________________ નિવેદન સપ્તતિશત સ્થાન ગ્રંથ આચાર્ય મહારાજ શ્રી ત્રાદ્ધિસાગર સૂરિજીએ સંસ્કૃત છાયા તથા ગુર્જર ભાષામાં અનુવાદ કરી તૈયાર કર્યો તેને જન સમાજમાં ખાસ ઉપયોગનું કારણ એ છે કે આપણા ઈષ્ટ પ્રભુ દેવાધિદેવ વીશ તીર્થકરોનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ (મોક્ષ) નાં સ્થલ, સમય, રાશિ, નક્ષત્ર, માતા, શાસનદેવ તથા દેવીઓ ગણધર, અવધિજ્ઞાની, મન:પર્યાવજ્ઞાની, કેવલી સંખ્યા, સાધુ સાધ્વીને પરિવાર, પર્યાયાંતકૃત, યુગાંતકૃત તેમજ દાર્શનિક મતની ઉત્પત્તિસમય, પૂર્વભવ, આશ્ચર્યકારી બનાવે, જન્મ નામ, વંશ, દીક્ષા સમય, સિબીકા નામ, નગરાદિ અને આયુષ્યનું પ્રમાણ વેલેકાદિ સ્થિતિનું વર્ણન આદિ અનેક ઉપયેગી વિષયોને આ પુસ્તક વાંચવાથી બંધ થાય છે. આ પુસ્તક શાળાઓમાં પાઠય હોવાથી દરેક પાઠશાળાઓમાં અભ્યાસકે માટે પાઠ્ય પુસ્તક તરીકે રાખવા ગ્ય છે. આ પુસ્તક છપાવવામાં સહાયદાતાઓને ધન્યવાદ આપીએ છીએ કે આવા ધાર્મિક અતિ ઉપયોગી પુસ્તક છપાવવામાં પિતાની લક્ષ્મીને સદ્વ્યય કરે તે ગ્ય ગણાય. સહાયદાતાઓનાં નામ તથા મળેલી રકમ. 250) વિજાપુર જેન સંઘ હા. ચિંતામણિ પાર્શ્વનાથજી પેઢ 100) શાહ અલાખીદાસ ગુલાબચંદ ઇદ્રોડા