________________ શ્વરજીના શિષ્ય રત્ન પ્રશાન્તસૂતિ અનુગાચાર્ય પ્રવત્તક શ્રી ઋદ્ધિસાગરજીએ સંસ્કૃત છાયા તથા ગુર્જર ભાષામાં સરલ ભાવાર્થ રચી પ્રસ્તુત ગ્રંથને વિભૂષિત કર્યો છે. એટલું જ નહીં પરંતુ ગ્રંથાંતરને અનુસરી કેટલીક બાબતે મૂળ ગ્રંથ કરતાં અધિક ઉપગ પુરતી લખવામાં આવી છે. આ ગ્રંથ છપાવી બહાર પાડવામાં પ્રેસની અગવડતાઓને લીધે પ્રકાશનમાં બહુ વિલંબ થયો છે, તેમજ અક્ષર ચેકના દેષને લીધે કેટલાક ઠેકાણે અશુદ્ધિ રહી છે તે શુદ્ધિપત્રમાં જોઈ સુધારી લેવા ભલામણ છે. આ પ્રસ્તુત ગ્રંથ મૂળ અને સં. છાયા સહિત અલગ છપાવી આ ગ્રંથની આગલ દાખલ કરેલ છે. મુનિશ્રી જયસાગરજીની આત્મભાવના પણ આત્માથી એને ઉપાગી હેવાથી દાખલ કરેલ છે. આ ગ્રંથના પ્રફ સુધારવામાં વ્યાકરણનિણાત ભાઈશંકર શાસ્ત્રી તથા સાહિત્યપ્રેમી મુનિશ્રી સિદ્ધિ મુનિજી, પંન્યાસજી કીર્તિસાગરજી, મુનિ મહારાજ શ્રી ચંદ્રવિજયજી અને મુનિ મહારાજ શ્રી પ્રિયંકરવિજયજીએ પ્રસંગે પ્રસંગે પિતાનો અમૂલ્ય સમય રોકી ગ્રંથ સંશોધનમાં મદદ કરી છે તે બદલ આભાર, તા. 3-1-34 વિ. 1990 વી. 2460 પિષ વદી 7 બુધવાર. વિજાપુર (વિદ્યાપુર). વિદ્યાશાળા. લેસંશોધક– મુનિ હેમંદસાગર