________________ 128 : રત્નમય પ્રભુને બેસવાનું સિંહાસન (5) ભાવલય-પ્રભુના મસ્તકની પાછળ પ્રભા એટલે કાંતિનું મંડલ જેને ભામંડલ કહે છે. અર્થાત્ પ્રભુની કાંતિ અપાર હોવાથી ભવ્ય લોકોની દષ્ટિએ અંજાઈ જાય નહી તે માટે દેવતાઓ સર્વકાંતિને, એકત્રિત કરી ભામંડલ તરીકે પ્રભુની પાછળ સ્થાપન કરે છે (6) ભેરી-દુદુભિ નાદ દેવતાઓ કરે છે જેથી પ્રભુને. જ્ઞાન મહોત્સવ પ્રગટ થાય છે (7) પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર દેવતાએ સ્થાપન કરે છે (8) આ પ્રમાણે સર્વ જીનવરોના આઠ પ્રાતિહાર્ય જાણવા સ્થાનક (9) મું સંપૂર્ણ છે 208 હવે તીર્થ સંબંધી ઉત્પત્તિ જણાવે છે. मूलम्--तेवीसाए पढमे, बीए वीरस्स पुण समोसरणे / संघोपढमगणहरो, मुझं च तित्थं समुप्पन्नं // 209 / / છાયા--ગોવિંદ પથ, ફિતી વરાપુનામવાળા संघः प्रथमगणधरः श्रुतञ्चतीर्थ समुत्पन्नम् // 209 // ભાવાર્થ-શ્રી ઋષભદેવથી આરંભી ત્રેવીસ તીર્થંકર ને પ્રથમ સમવસરણમાં ભવ્યાત્માઓને દેશનાદાન સમયે તીર્થની ઉત્પત્તિ થઈ અને ચોવીસમા શ્રી મહાવીર સ્વામીને બીજા સમવસરણમાં દેશના આપતાં તીર્થોપત્તિ થઈ છે. તીર્થ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર મળીને સંઘ તેમજ પ્રથમ ગણધર અને શ્રત (દ્વાદશાંગ, એ ત્રણની સ્થાપના રૂપ તીર્થ જાણવું. તીર્થોત્પત્તિરૂપ (100) મું સ્થાનક સમાપ્ત.