________________ સ્વાધ્યાયની સંનિષ્ઠ સાધના કરીએ. પ્રત્યેક મેક્ષાથી—તત્ત્વજિજ્ઞાસુ આત્માને સમ્યજ્ઞાનને પ્રકાશ પામવા જિનવચનના સ્વાધ્યાયની અન્ન પાણી અને હવા કરતાં વધુ આવશ્યકતા છે. શાસ્ત્રકાર ભગવંતોએ સ્વાધ્યાયના વિશિષ્ટ સાત લાભો કહ્યા છે.. (1) આત્મહિતની સુંદર જાણકારી. (2) ભાવસંવર પાપના દરવાજા બંધ (3) નો નવો સંવેગ (4) મેક્ષમાર્ગમાં નિપ્રકપતા | (5) ઉત્કૃષ્ટ તપારાધના (6) ઉત્કૃષ્ટ કર્મોનિજરા (7) મોક્ષમાર્ગનું ઉપદેશકપણુ. માટે જ વાંચના–પૃચ્છના-પરાવતના-ધમકથા અને અનુપ્રેક્ષા આ પાંચ પ્રકારના સ્વાધ્યાય જે આત્મહિતકારી બીજો શ્રેષ્ઠ સાધનામાગ નથી. આ પાંચ પ્રકારના સ્વાધ્યાય દ્વારા પ્રાપ્ત કરેલા સમ્યજ્ઞાનથી (1) સમ્યકકિયા (2) વિરતિને પરિણામ (3) શુભધ્યાન (4) સાચી દયા-અહિંસા (5) સોટ તત્ત્વશ્રધદ્રા (6) રાગ-દ્વેષની મદતા, સંવેગ વગેરે. અપૂવલાભો જીવને પ્રાપ્ત થાય છે. તેથી જ પ્રમાઢ છોડી નિષ્ઠા પૂર્વક સ્વાધ્યાયની સાધના કરીએ. ! ! ! આ. વિ. મિત્રાનંદસૂરિ