________________ કારણોસર હું ચિંતાગ્રસ્ત બનેલો આ કારણે આવવામાં મોડું થયું છે. અકબર કહેઃ “અરે ! એમાં મુંઝાવવાની શી જરૂર છે? અહીં આટલા બધા મકાનો છે. જે જોઇએ તે લઈ લો.’ઉપાધ્યાયઃ ‘સંઘને જગ્યા જોઇએ છે, મકાન નહીં.’ આમ જોઇતી જગ્યા મળી ગઇ. એ જગ્યા ઉપર વીસ હજારના ખર્ચે ઉપાશ્રય અને શાંતિનાથભગવાનનું જિનાલય બન્યા. લાહોરમાં સંવત્ 1648-49માં શાહજાદા જહાંગીરની બીબીએ એક બાલકીને જન્મ આપ્યો. લોકોએ કહ્યું: ‘આ કન્યાનો જન્મ મૂલનક્ષત્રમાં થયું છે, માટે આ અનર્થનું મૂલ છે. માટે આ વિષકન્યાને મારી નાખો.” ભાનચંદ્રજીની સલાહ માંગવામાં આવી, ત્યારે તેઓએ કહ્યું: ‘અષ્ટોતરશતા શાંતિસ્નાત્ર ભણાવવાથી બધી અશાંતિઓ ટળી જાય છે. 'કન્યાને મારશો નહીં.' આ પછી ઠાઠ-માઠ પૂર્વક પૂજન ભણાવવામાં આવ્યું. શાંતિસ્નાત્ર અભિષેક જલ બાદશાહ અને શાહજાદાએ આંખે લગાડયું. જનાનખાનામાં પણ મોકલવામાં આવ્યું. અમંગલની આશંકા નિર્મળ બની. એક અતિમહત્ત્વનું કામ પંન્યાસજીએ કર્યું તે શત્રુંજય મહાતીર્થ ઉપર લેવાતો કર દૂર કરવાનું. કાશ્મીરમાં ચાલીસ ગાઉના ઘેરાવામાં આવેલા જૈન લંકાતળાવના કાંઠે જયારે , પડાવ હતો, ઠંડી અતિશય પ્રમાણમાં પડતી હતી, ત્યારે સગડી વગેરેનો ઉપયોગ નહિં કરતાં ઉપાધ્યાયજીને ગરમાવા. માટે રાજાએ શાલ ધાબળા વગેરે સ્વીકારવા કહ્યું ત્યારે તક જોઇને ભાનચંદ્રજીએ કહ્યું કે “અમને શાલ-ધાબળા કરતાં વધુ ગરમાવો ધર્મના કાર્યો દ્વારા થાય છે. અકબર કહેઃ ‘બોલો, ધર્મનું શું કામ કરવું છે ?" એ વખતે શ્રી ભાનુચંદ્રજીગણિની પ્રેરણાથી શત્રુંજય