________________ દેવ-ગુરૂને ઓળખો..! પરમ ઉપકારીઓએ આ મનુષ્યપણાની સાર્થકતા માટે, ત્રણ વસ્તુઓ બતાવી છે. એક તો શ્રી જિનેશ્વરદેવના કહેલા શાસ્ત્રોનું શ્રવણ, બીજું સાંભળીને તેની ઉપર શ્રદ્ધા અને ત્રીજું શ્રદ્ધાને અનુસરતું વર્તન કરવામાં પોતાની જેટલી શક્તિ હોય તેનો વ્યય કરવો. આ મનુષ્યપણાની શક્તિઓ જો આ ત્રણમાં કામ ન આવે, ત્રણ સિવાય બીજા કાર્યોમાં ખરચાઈ જાય, તો મળેલું ઉત્તમમાં ઉત્તમ જીવન આપણે ગુમાવી નાંખ્યું, એમ કહેવાય. હવે જ્યાં સુધી એ શાસ્ત્રના પ્રણેતા શ્રી જિનેશ્વરદેવને આપણે ઓળખીયે નહિ, ત્યાં સુધી એના પ્રત્યે આપણી શ્રદ્ધા જાગે નહિ. એ તારકની વાસ્તવિક પિછાણ ન થાય, ત્યાં સુધી એ તારકનું શાસ્ત્ર સાંભળવામાં જેવો જોઈએ તેવો અનુરાગ થાય નહિ. એ માટે શાસ્ત્રકારે સમ્યક્ત્વ પ્રાપ્તિ મુખ્ય ગણી છે. જ્યાં સુધી દેવ-ગુરૂને ઓળખીયે નહિ ત્યાં સુધી ધર્મના તત્ત્વો સમજાય નહિ અને ત્યાં સુધી આત્મા આ કાર્યવાહીમાં ઉઘુક્ત થાય નહિ. -પૂઆ.દેવ.શ્રીમવિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા