SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય એટલે આત્માનું અધ્યયન! સ્વાધ્યાય વૈરાગ્યનું કારણ ત્યારે જ બની શકે, જ્યારે સ્વાધ્યાય કરનારને જે બોલતો હોય, એના અર્થનો ખ્યાલ હોય. સાચો સ્વાધ્યાય જ આ છે. સ્વાધ્યાય એટલે આત્માને શિખામણ અને આત્માનું અધ્યયન ! વીશ સ્થાનકમાં એક પદ “સ્વાધ્યાય'નું છે. એથી સ્વાધ્યાય તીર્થંકર-નામકર્મના બંધમાં નિમિત્ત બની શકે છે. ભણેલું યાદ રાખવા સ્વાધ્યાય અતિ જરૂરી છે. જૂનું યાદ રાખવામાં જે ઉપેક્ષા કરતો હોય, એને નવુંનવું ભણાવવું એ રાખમાં ઘી હોમવા બરાબર છે. સ્વાધ્યાય ઘટતો જાય, તો ચતુર્વિધસંઘનું સંઘપણું પણ દૂષિત બનતું જાય. આમ, સ્વાધ્યાય જો સ્વાધ્યાયની રીતે થાય, તો આના જેવું વૈરાગ્યનું પોષક બીજું કોઈ સાધન નથી. -પૂ.આ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
SR No.004454
Book TitleShastra Sandesh Mala Part 04
Original Sutra AuthorN/A
AuthorVinayrakshitvijay
PublisherShastra Sandesh Mala
Publication Year2005
Total Pages306
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy