________________ સ્વાધ્યાય... ! એક સંજીવની સ્વાધ્યાય એ તો સાધુ જીવનનો પ્રાણ છે. સ્વાધ્યાય વિના સાધુ જીવી જ ન શકે. કદાચ જીવી જાય તો એના જીવનમાં જોમ ન હોય. ભણેલું જ્ઞાન ભૂલી જવાય છે. આવેલો વૈરાગ્ય ચાલ્યો જાય છે. એનું મુખ્ય કારણ સ્વાધ્યાયનો અભાવ છે. સ્વાધ્યાય એક સંજીવની છે. જે કામ ક્રોધાદિ શત્રુઓની સાથે સંગ્રામમાં હત-પ્રહત બનેલા આત્માને ફરી સજીવન બનાવે છે. સ્વાધ્યાય એક અમૃત છે. જે મરણ પથારીએ પડેલા આત્માને અમરતા બક્ષે છે. સાધુ તો સ્વાધ્યાયમાં લયલીન જ હોય... શાસ્ત્રવિરૂદ્ધ ન બોલવું, તે સહેલું કામ નથી. ગીતાર્થો ય ગબડી ગયા, સમજદાર પણ ભૂલી ગયા, લોકોને રાજી કરવાનું મન થાય, એટલે શાસ્ત્ર ભૂલાય, શાસ્ત્રની વાત સાચવવી હોય, અને શાસ્ત્ર કહ્યું તે જ બોલવું હોય તો ખૂબ ખૂબ મક્કમ બનવું પડે. પાસે બેસનારા ચાલ્યા જાય તેની ચિંતા ન હોય, માનનારા ય ખસી જાય, તેની ફિકર ન હોય અને કોઈ ગમે તેમ બોલે તેની ય અસર ન થાય તે જ શાસ્ત્રમુજબ બોલી શકે. ઉપાધ્યાયજી મહારાજે તો સાધુનું સૌથી પહેલું વિશેષણ જે આ મૂક્યું... સધવ: શાસ્ત્રવધુ: શાસ્ત્રની આંખે જોઈ જોઈને ચાલે જોઈ જોઈને બોલે અને જોઈ જોઈને બધું કરે તે જ સાચો સાધુ. -પૂ.આ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા