________________ જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આઠ-આઠ દાયકા સુધી પ્રવચન ગંગાનું વહેણ વહેવડાવી ભારતભરના ભવ્યોને જિનાજ્ઞા-મર્મનું મહાપ્રદાન કર્યું હતું. તેના મૂળમાં તેઓશ્રીમદે આજીવન કરેલી આગમાદિ શ્રુતની અપ્રમત્ત ઉપાસના હતી. તેઓશ્રીમદની ઋતસિદ્ધિ અને શ્રુતવિનિયોગની હાર્દિક અનુમોદનાના બીજરૂપ તેઓશ્રીમદુની પુણ્યસ્મૃતિને શાશ્વત બનાવવા કાજે અમોએ તેઓશ્રીમના મંત્રતુલ્ય નામ સાથે સંકળાયેલ ‘પૂ. આ. શ્રી. વિજય રામચંદ્રસૂરિસ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા' પ્રકાશિત કરવાનો શુભ નિર્ણય કર્યો હતો. તેઓશ્રીમના પટ્ટાલંકાર સુવિશાલ ગચ્છાધિરાજ પૂ.આ.શ્રી, વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી આ શ્રેણીમાં અમો ઠીક-ઠીક આગળ વધી શક્યા હતા. વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજની છત્રછાયા અને તેઓશ્રીના શિષ્યપ્રવર પ્રવચન-પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય માર્ગદર્શનને પામી વિવિધ શ્રુત- સેવી મુનિવરો આદિ દ્વારા વિવિધ વિષયના પ્રતાકાર તેમજ પુસ્તકાકાર અનેક ગ્રંથો છપાયા બાદ આ જ શ્રેણીના ૨૨મા પુષ્પ તરીકે શ્રી ચતુટશરણ પ્રકીર્ણક' ગ્રંથરત્નનું પ્રકાશન કરતાં અમને સવિશેષ આનંદની અનુભૂતિ થઈ રહી છે. પરમ યોગીશ્વરશ્રી અરિહંતપ્રભુ અને તેમના આજ્ઞાશાસનના વર્તતા પ્રત્યેક સૂરિ-વાચક-સાધુવંદના અનુગ્રહ તેમજ શાસનદેવોની શુભ સહાયથી સમાધિ ભાવના પ્રકાશક આવા વધુને વધુ આગમાદિ ગ્રંથોના પ્રકાશનમાં અમે નિમિત્તરૂપ બનીએ એવી ભાવના ભાવવા સાથે સહુ કોઈ પરમાત્મા શ્રી અરિહંત દેવોના યોગસામ્રાજ્યના સ્વામી બની શાશ્વત સુખરૂપ મોક્ષને પામે એ જ શુભકામના. - ભol VgI/4