________________ 2 છે કે રાત્રિમાં તેની માતા 14 મહાસ્વપ્નોને દેખે છે. ઈન્દ્ર મહારાજા આદિ પ્રભુને વંદન કરે છે. પ્રભુજી આ ભવમાં સર્વ પાપોનો ત્યાગ કરી દીક્ષાને સ્વીકારી સાધના દ્વારા કેવળજ્ઞાન પામી તીર્થને સ્થાપીને અનેક ભવ્ય જીવોને માર્ગ બતાવીને અંતે સર્વ કર્મનો ક્ષય કરી નિર્વાણ પદને પામે છે. એટલે કે 14 મહાસ્વનો દ્વારા ચારે ય શરણરૂપ તત્વોનું વિવેચન કર્યું તથા સુકૃત અનુમોદના પણ તે સાધકની કરાઈ. આમ, અધ્યયનની પ્રથમ “સાવપ્ન " ગાથાનો વિસ્તૃત અર્થ 2 થી 7 ગાથામાં રહેલો હોવાથી અધ્યયનની ત્રણેય અધિકારની ગાથાઓ સાથે સમ્બન્ધ પૂર્વે કરેલા વિવેચનથી સુસંગત થાય છે અને ત્રણ મંગળની વિવેચના દ્વારા શરૂઆતની 1 થી 8 ગાથાઓ પ્રથમ અને દ્વિતીય મંગળરૂપ સિદ્ધ થાય છે. તથા નવમી ગાથા દ્વારા ત્રીજું મંગલ કરાયું છે. ચતુઃશરણ પયજ્ઞાનો સ્વાધ્યાય અને ફળ : ચતુઃશરણ પયગ્નો ઉત્કાલિક છે, તેનો સ્વાધ્યાય કોઈપણ સમયે કરી શકાય છે. એટલે કે તેનો અસ્વાધ્યાય નથી. જેમ જ આવશ્યક માટે કાલવેળામાં પણ બાધ નથી ગણ્યો, કારણ કે તે આવશ્યક છે, તેમ શ્રી ચતુઃ શરણ પયaો આરાધનાની આવશ્યક વસ્તુ હોવાથી કેવળ અસ્વાધ્યાયના દિવસોમાં જ નહિ. પરંતુ કાલવેલામાં પણ તે ભણવા માટે છૂટ આપી છે. વિશેષ જાણકારી માટે વિવિધ પ્રશ્નોત્તર તથા શ્રી સેન પ્રગ્નગ્રંથનું અવલોકન કરવું. હિંસાદિ પાપોનો ત્યાગ અને સામાયિક આદિ આરાધનાનો સ્વીકાર કરનાર સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ત્રણ આયંબીલ તપ દ્વારા આ ગ્રન્થની આરાધના કરવાના અધિકારી છે. ભાવપૂર્વક આરાધના કરનાર સાધક પાપોનો નાશ પુણ્યના અનુબંધ, સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષફળને પ્રાપ્ત કરે છે. | સર્વ શાસ્ત્રોની વ્યાખ્યાનું કારણ સામાયિક અધ્યયન છે. તેને સાંભળી ચિત્તમાં સ્થિર કરી ઉપયોગપૂર્વક આરાધના કરતો સાધક અન્ય શાસ્ત્રોની વ્યાખ્યા કરવામાં કુશળ થાય છે તથા જ્ઞાન અને ક્રિયામાં કુશળ ભાવ સાધુ અલ્પ ભવોમાં પરમપદને પ્રાપ્ત કરે છે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તેનું મિચ્છામિ દુક્કડમ્ | સમર્પણ તીર્થ પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી બોધિરત્નવિજયજી ગણિવરના કાર્તિક સુદી-૧૧, 2014 શિષ્ય મુનિ ધર્મરત્નવિજય શ્રી ચતુઃશરણ અધ્યયન-સમાલોચના 29.