________________ બીજું મંગળ : “ગય વસહ.” ગાથા ૧-હાથી આદિ 14 સ્વપ્નો દ્રવ્ય મંગલ છે, તથા ભાવમંગલનું કારણ હોવાથી મંગળરૂપ છે. ૨-હાથી આદિ 14 પ્રશસ્ત મહાસ્વપ્નો તીર્થકરની માતા દેખે છે માટે મંગળરૂપ છે. ૩-તીર્થંકરો માતાની કુક્ષીમાં ગર્ભરૂપે પધારે ત્યારે તે માતા હાથી આદિ 14 મહાસ્વપ્નોને અવશ્ય દેખે છે માટે 14 સ્વપ્નોના કથન દ્વારા સર્વ તીર્થકરોની સ્તુતિરૂપ મંગળ કર્યું. ત્રીજું મંગળ : “મરિંદ્ર " ગાથા ગ્રંન્ધકાર, ટીકાકાર આદિના અનંત ઉપકારી હોવાથી શ્રી મહાવીર પરમાત્માને નમન કરવા દ્વારા ત્રીજું મંગળ કર્યું. શ્રી નન્દીસૂત્રની ચૂર્ણિમાં પરમ પૂજ્ય શ્રી જિનદાસગણિ મહત્તર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનાદિ પાંચને મંગળરૂપ જણાવે છે. તેથી ઉપર જણાવેલ ત્રણેય ગાથા શ્રુતજ્ઞાનરૂપ હોવાથી ભાવમંગળ છે. ત્રણવાર મંગળ કરવાનાં કારણો ટબાકારશ્રી આ પ્રમાણે જણાવે છે. ૧-ત્રણવાર કાર્ય કરવાથી સફળ થાય. જેમ દેવ અને ગુરુને ત્રણવાર પ્રદક્ષિણા દેવાય. ૨-વ્રતના આલાવા પણ ત્રણવારા ઉચ્ચારાય છે. ૩-રાજાનું ત્રીજીવારનું વચન બદલાય નહિ એટલે કે નિષ્ફળ જાય નહિ. મંગળ કરવાથી રોગાદિ વિન શમે, આચાર્ય ભ. વ્યાખ્યાન કરે, શિષ્યને મહાન શ્રદ્ધા થાય, શ્રદ્ધાળુને શાસ્ત્ર પ્રત્યે શ્રેષ્ઠ આદર જન્મ, આદર કરનારને શાસ્ત્રમાં સતત ઉપયોગ, ઉપયોગવાળાને શ્રુતજ્ઞાનની શ્રેષ્ઠ સંપદા મળે, જ્ઞાનીને ગુરુ, શાસ્ત્ર અને પ્રવચન પ્રત્યે અતિશય ભક્તિ પ્રગટે, તેથી શાસનની મહાન પ્રભાવના કરે અને શાસનની પ્રભાવના જોઈને અન્ય સાધકોને પણ શ્રદ્ધાદિ ગુણો પ્રાપ્ત થાય. આમ, મંગળ કરવાથી અનેકાનેક લાભો પ્રાપ્ત થાય છે, માટે જ બહ૬ ટીકાકાર આદિ સર્વેએ ત્રણવાર મંગળ કર્યા છે. સાવજ્જનો | આદિ પ્રથમ આઠ ગાથાઓનો ચતુઃશરણ પયજ્ઞા સાથે સમ્બન્ધ : સાવજ્ઞોપાવર પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ, સામાયિક નામના અનુષ્ઠાન દ્વારા થાય છે. તે સામાયિકના આઠ પર્યાયો નીચે મુજબ જાણવા. ૧-સામાયિકઃ રાગ દ્વેષના અભાવરૂપ સમભાવ પ્રત્યે ગમન સમાય તે જ સામાયિક ૨-સમયિકઃ સર્વ જીવો પ્રત્યે દયાપૂર્વક પ્રવૃત્તિ જેને હોય તે. ૩-સમ્યગુવાદ: રાગ દ્વેષ વગર બોલવું તે ૪-સમાસઃ મહાર્થવાળું હોવા છતાં અલ્પાક્ષરવાળું હોવાથી સમાસ કહેવાય પ-સંક્ષેપ: 14 પૂર્વના અર્થનો જેમાં સંગ્રહ કરાયો છે તે યુ-અનવદ્ય : પાપ જેનાથી સર્વ પ્રકારે દૂર કરાય તે ૭-પરિજ્ઞા : પાપનો સંપૂર્ણ ત્યાગ કરવા માટે સર્વ હેયોપાદેય વસ્તુનું સમસ્ત પ્રકારે જાણકારી મેળવવી તે ૮-પ્રત્યાખ્યાન: હિંસાદિ પાપોનો ત્યાગ કરવા ગુરુ સમક્ષ કરાતી પ્રતિજ્ઞા. સામાયિકના 8 પર્યાય 14 પૂર્વી નિયુક્તિકાર પૂજ્યપાદ શ્રી ભદ્રબાહુસ્વામીજી નીચે મુજબ જણાવે છે. "सामाइयं समइयं सम्मावाओ समास-संखेवो / अणवज्जं च परिन्ना पच्चक्खाणे य ते अट्ठ / / " [आ०नि०गा. 864] ૨-ઉત્કીર્તન : તીર્થંકર દેવોના નામ સ્મરણ કરવા, ૩-જ્ઞાનાદિ ગુણયુક્ત ગુરુ મહારાજને વિધિપૂર્વક શ્રી ચતુઃશરણ અધ્યયન-સમાલોચના. 27.