________________ 178 श्रीचतुःशरणप्रकीर्णकम् હવે આસન્ન ઉપકારી હોવાથી શ્રી વીર પરમાત્માની સ્તુતિરૂપ વિશેષ મંગલ કરે છે. अमरिंद-नरिंद-मुणिंदवंदियं वंदिउं महावीरं / कुसलाणुबंधिबंधुरमज्झयणं कित्तइस्सामि / / 9 / / ગાથાર્થ: દેવોના ઇદ્રો, મનુષ્યોના ઇદ્ર ચક્રવર્તી અને મુનિઓના ઇંદ્ર ગણધરો, શ્રુતકેવળીઓ આદિએ પૂજેલા શ્રી મહાવીર પ્રભુને વંદન કરીને કુશળની પરંપરાને કરનારું (મોક્ષ સાથે જોડનાર) અને તેથી જ સુંદર એવા અધ્યયનને હું કહું છું. (9). અનુબંધ એટલે પ્રવાહ-પરંપરા. જે પુણ્યના ઉદયથી પુનઃ નિર્મળ પુણ્યબંધ થાય, તેવું પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરાવનારું અને તે દ્વારા પરંપરાએ આત્માને મોક્ષ સુધી જોડનારુ શ્રી ચતુઃ શરણ પ્રકીર્ણક નામનું અધ્યયન કહીશ. એમ મંગળપૂર્વક જણાવ્યું.-૯. હવે તેનો પ્રારંભ કરતાં કહે છે કે - चउसरणगमण दुक्कडगरिहा सुकडाणुमोयणा चेव / एस गणो अणवरयं कायव्वो कुसलहेउ त्ति / / 10 / / ગાથાર્થ H ચાર શરણોનો સ્વીકાર, પોતાનાં દુષ્કૃત્યોની ગર્તા અને સ્વ-પર સુકૃત્યોની અનુમોદના,આ ત્રણ કુશળ એટલે મોક્ષનું કારણ હોવાથી તેનો અભ્યાસ સતત કરવો જોઈએ. (10) જગતમાં સર્વશક્તિમાન અરિહંત દેવો, સિદ્ધ ભગવંતો, મુક્તિમાર્ગના પથિક સ્વ-પર ઉપકારી સાધુઓ અને જિનકથિત ધર્મ સિવાય શરણ કરવા લાયક કોઈ નથી.શેષ સર્વ અશરણ-અસમર્થ છે. શરણ વિના આ ગહન સંસાર અટવીનો પાર પામવો દુશકય નહિ અશકય છે, માટે શરણ કરવા યોગ્ય એ ચારનું શરણ કરવું જોઈએ. સમગ્ર આગમોનો સાર અથવા જીવનધન જે કહો તે આ ત્રણે કર્તવ્યો જ છે. એનું આલંબન લેનાર શીધ્રાતિશીધ્ર સંસાર સમુદ્રને પાર કરે છે. જ્ઞાન અને સમગ્ર ક્રિયાનું અંતિમ લક્ષ્ય આ ત્રણ છે, માટે એ કર્તવ્ય રૂપ છે. એ જ વાત ગ્રંથકાર પોતે જણાવે છે-૧૦. ચાર શરણનો અધિકાર अरिहंत सिद्ध साहू केवलिकहिओ सुहावहो धम्मो / . પણ ચરો વડેદરા સર દ૬ થનો aa2aa. ગાથાર્થ : શ્રી અરિહંતો, સિદ્ધો, સાધુઓ અને સુખના આધારભૂત કેવલી ભગવંત કથિત ધર્મ, આ ચાર ચારે ગતિનો નાશ કરનારા છે, તેનું શરણ ધન્ય આત્મા પામે છે-૧૧.