________________ અન્ય ટીકા, અવચેરી આદિનો પરિચય પ્રસ્તુત શ્રી ચતુ:શરણ પ્રકીર્ણક આગમ ગ્રંથ પર તપાગચ્છાધિપતિ પૂ.આ. શ્રી સોમસુન્દરસૂરિજી મહારાજાની રચેલી એક અવચૂરિ પણ પ્રાપ્ત થાય છે. આ અવસૂરિ અલગ-અલગ સમયે શ્રી હર્ષપુષ્યામૃત ગ્રંથમાળા, શ્રી દેવચંદ લાલભાઈ સંસ્થા અને શ્રી આગમકૃત પ્રકાશન સંસ્થાએ પ્રગટ કરેલ છે. પ્રસ્તુત પ્રકાશનમાં અનેક હસ્તપ્રતો દ્વારા શુદ્ધિકરણ કરવાપૂર્વક એનું સાધંત પુન: સંપાદન કરેલ છે; જેથી આ વિષયના જિજ્ઞાસુઓ, આરાધકો અને વિદ્વાનો માટે પરમ-આદરણીય બની રહેશે, એવો વિશ્વાસ છે. તાર્કિકરત્ન પૂ.આ.શ્રી. ગુણરત્નસૂરિજી મહારાજાએ પણ પ્રસ્તુત પ્રકીર્ણક ઉપર એક વૃત્તિ રચેલ છે. જે ઘણાં વર્ષો પૂર્વે પં. શ્રી હીરાલાલ હંસરાજે જામનગરથી પ્રકાશિત કરેલ છે, શુદ્ધિની અપેક્ષાએ સારો પ્રયાસ હોવા છતાં પ્રાપ્ત હસ્તલિખિત પ્રતો દ્વારા જ્યાં કવચિત્ શુદ્ધિની જરૂરિયાત જણાઈ ત્યાં પાઠ શુદ્ધ કરીને પુન: પ્રકાશિત કરીએ છીએ. આ બૃહદ્ વિવરણ, અવચૂરિ અને ટીકાની રચનાનો સંવત નિર્ણયાત્મક રીતે પ્રાપ્ત થતો નથી. બૃહદ્ વિવરણ સૌ પ્રથમ રચાયું હશે અને તેના આધારે બાકીની બે રચના થઈ હશે; એવું અનુમાન ચોક્કસ થઈ શકે છે. પદાર્થોની અને શબ્દોની ગૂંથણી સરખી છે અને બૃહદ્ વિવરણમાં જ્યાં વિસ્તાર છે ત્યાં અવસૂરિ અને વૃત્તિમાં સંક્ષેપ છે. આ ત્રણે વૃત્તિઓની હસ્તલિખિત પ્રતોનો તથા ઉભય રચનાકાર આચાર્ય ભગવંતોનો પરિચય આગળ અલગ આપેલ છે. તેથી તેની પુન: વિચારણા કરતા નથી. પ.પૂ. મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે આ પ્રકીર્ણક આગમ ગ્રંથ પર ગુજરાતી શબ્દોમાં સરળ બાલાવબોધની રચના કરેલ છે. જે રચના પણ ત્રણ હસ્તપ્રતોના આધારે શુદ્ધિકરણ કરવાપૂર્વક પ્રસ્તુત પ્રકાશનમાં સૌ પ્રથમવાર પ્રકાશિત કરેલ છે. આ બાલાવબોધની વિશેષતા જાણવા તેનો અભ્યાસ જ જરૂરી છે. બાલાવબોધના રચયિતા પ.પૂ. મહામહોપાધ્યાયશ્રીજીનો આગવો પરિચય આગળ આપેલ છે. ' આ રીતે પ્રસ્તુત પ્રકાશનમાં મુખ્યત્વે બૃહદ્ વિવરણ, અવચૂરિ, લઘુવૃત્તિ અને બાલાવબોધનો સમાવેશ કર્યો છે. તે ઉપરાંત અનેક પરિશિષ્ટો દ્વારા આ પ્રકાશનને વધુ ઉપયોગી બનાવવાનો પ્રયાસ કર્યો છે. પરિશિષ્ટોની વિગત : પરિશિષ્ટોમાં સૌ પ્રથમ મૂળગ્રંથની ઉ૩ ગાથાનો સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ, બૃહદ્ વિવરણના ઉદ્ધરણ પાઠોના મૂળ ગ્રંથોની તપાસ કરી તે-તે ગ્રંથોમાંથી તે પાઠોની ઉપલબ્ધ વૃત્તિઓ, સંસ્કૃત છાયા અને ભાષાંતર સાથે લઘુ ચતુ:શરણ, ભાષાંતર સાથે સટીક પંચસૂત્ર, સંસ્કૃત અને ગુજરાતીમાં પદ્યાત્મક પંચસૂત્ર, પ્રસ્તુત પ્રકીર્ણકના ભાવોને સમજાવતી પ્રવચન પ્રદીપ પ.પૂ.આ.દે.શ્રી.વિ. પુણ્યપાલ સૂ.મ.ની પદ્યાત્મક રચનાનો તથા મૂળ ગાથાનો અકારાદિ, ઉદ્ધરણ પાઠોનો અકારાદિ અનેકનો સમાવેશ કરેલ છે. પૂ. ચિત્તનાચાર્યશ્રીજી રચિત આરાધના પતાકા ગ્રંથમાંથી ચારશરણ, દુષ્કૃતગહ, સુકૃત અનુમોદનાનો વિષય પણ સમાવિષ્ટ કર્યો છે. તેમાં સ્વત સુકૃતની અનુમોદનાનો અધિકાર ખૂબ જ પ્રૌઢ પ્રાસ્તાવિક 13