________________ શ્રી ગણધર ભાસ ઇંદ્રભૂતિ ભાસ (ઢાલ : અહો મતવાલે સાહિબા) પહેલો ગણધર વીરનો, વર ગોબર ગામ નિવાસી રે સુત પૃથિવી વસુભૂતિનો, નામઈં ઈંદ્રભૂતિ સુવિલાસી રે ભવિયાં ! વંદો ભાવસ્યું. (આંકણી) 1 જયેષ્ઠા નક્ષત્ર જણ્યો, ગૃહવાઈ વરસ પંચાસો રે; ત્રીસ વરસ છદ્મસ્થતા, જિન બાર વરસ સુપ્રકાસો રે. ભ૦ 2 સીસ પરિચ્છદ પાંચ સઈ, સવાયુ વરસ તે બાણું રે; ગોતમ ગોત્ર તણો ધણી, એ તો સાચો હું સુરતરૂ જાણું રે. ભ૦ 3 સુરતરૂ જાણી સેવિઓ, બીજા પરિહરિયા બાઉલિયા રે, ' એ ગુરુ થિર સાયર સમો, બીજા તુચ્છ વહઈ વાહુલિયા રે. ભ. 4 લબધિ અઠવીસઈ વરિઓ, જન મસ્તકે નિજ કર થાઈ રે; અછતું પણિ એહ આપમાં, તેહનઈ વર કેવલ આપઈ રે. ભ૦ 5 જ્ઞાન અહંકારઈં લહિઉ, રાગઈ કરિ જગગુરુ-સેવા રે; શોકઈ કેવલ પામિઉં, કારણ સર્વે ન કહેવા રે. ભ૦ 6 વીરઈ શ્રુતિપદઈ બૂઝવ્યો, એ તો જીવ તણો સંદેહી રે, શ્રી નવિજય સુસીસનઈ, ગુરુ હોજો ધમસનેહી રે. ભ૦ 7