________________ પ્રકાશકીય પ્રસ્તુત ગ્રન્થમાં આ ભાવપ્રભસૂરિકૃતિ ત્રણ કૃતિઓ અને અન્ય બે લઘુ-કૃતિઓ પ્રસિદ્ધ થઈ રહી છે. 1. જૈનધર્મવરસ્તોત્ર કલ્યાણ મંદિર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય છે. એની સ્વોપક્ષ ટીકામાં પ્રસંગાનુસાર વિવિધ કથાઓ સુગમશેલીથી સરળ ગદ્યમાં અપાઈ છે. 2. ગોધૂલિકાથે (ગફૂલી)માં ગોધૂલિકાના આધ્યાત્મિક, લૌકિક વગેરે અર્થો દર્શાવ્યા છે. 3. “સભા ચમત્કાર” ગૂર્જરભાષાની કૃતિ છે. 4. “પરિપાટી ચતુર્દશકમાં “ચત્તારિ અટ્ટ દસ દો અ' એ ગાથામાં સંગ્રહિત જિનચૈત્યો આદિની વિવિધ રીતે અર્થસંકલન કરી જુદા જુદા તીર્થોને વંદના કરી છે. પ. “ચત્તારિ અટ્ટ દસ દો અ વિવરણ સૂચક સ્તવમાં આ દેવેન્દ્રસૂરિજીએ આ ગાથાની વિવિધ રીતે વ્યાખ્યા કરી ભિન્ન ભિન્ન અર્થો પ્રગટ કર્યો છે. વર્ષો પૂર્વે આ ગ્રંથ દેવચંદ્રલાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ તરફથી પ્રકાશિત થયો હતો. આ ગ્રંથો અને ગ્રંથકારો વિષે સંપાદક શ્રી હીરાલાલ કાપડિયાએ સંસ્કૃત અને ગુજરાતીમાં વિસ્તારથી લખ્યું છે. કાવ્યના અભ્યાસીઓ માટે, સંસ્કૃતના પ્રારંભિક અભ્યાસીઓ માટે પણ આ ગ્રંથ ઘણો : ઉપયોગી છે. ગુજરાતી, હિન્દીના અભ્યાસ માટે પણ આમાં સામગ્રી છે. આમ આ ગ્રંથ વિવિધ રીતે ઉપયોગી બને તેવો છે. આનું પુનર્મુદ્રણની વ્યવસ્થા શ્રી પ્રકાશચંદ્ર રાજપૂત કરી છે. પૂ. પંન્યાસશ્રી વજસેનવિજયજી ગણિવરની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર અમે આ ગ્રંથનું પ્રકાશન કરી રહ્યા છીએ. ગ્રંથ પ્રકાશન માટે જ્ઞાનદ્રવ્યમાંથી રકમ આપનાર સંઘો, ટ્રસ્ટો વગેરેના અમે આભારી છીએ. અભ્યાસીઓ આનો સુંદર ઉપયોગ કરે એ જ અભ્યર્થના. આ ગ્રંથનું ફોટો ઑફસેટ પદ્ધતિથી પુનર્મુદ્રણ જિનશાસન આ. ટ્રસ્ટ તરફથી પણ થયું છે. - પ્રકાશક