________________ 56 જેસલમેરના જ્ઞાનભંડારનું ચૂંટેલા ગ્રંથોનું કામ તો 10 વર્ષ પહેલાં જ કર્યું હતું ત્યારે એ કામ કરવા માટે ચૈત્ર વૈશાખના ધોમધખતા તાપમાં અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે જે વિહારો કર્યા છે, તે એક અજાયબી રૂપ છે. બાકી રહેલા ગ્રંથોનું કામ કરવા માટે આ વર્ષે જેસલમેર જતા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં તેમનું બલિદાન લેવાઈ ગયું. એકવાર જીતુભાઈ પંડિતજીએ સાહેબજીને પુછેલું કે તમે આટલી મહેનત કરીને ભૂલો સુધારીને શુદ્ધિકરણ કરો છો. પણ વર્તમાન પેઢી તો એને વાંચવાની ય નથી. તો શા માટે આવી મહેનત કરો છો? ત્યારે સાહેબજીએ કહેલું કે આજે ભલે એની કદર નથી પણ 200 વર્ષ પછી લોકો આ અદ્દભૂત કાર્યને માથે ચડાવી નાચશે. અને હું તો મારા પિતાજીની આજ્ઞા કે “ઘટ પટને ગધેડામાં ક્યાં સુધી માથા ફોડીશ. પવિત્ર આગમોનું કામ કર, તે આજ્ઞાનું પાલન કરું છું. આગમોની ઉપાસના કરું છું. મારે મન તો આ આરાધના જ છે. લોકો વાંચે કે ન વાંચે એની હું પરવા કરતો નથી. મારા પિતાશ્રી કહેતા કે કાગળમાં શું લખે છે ? કાળજામાં લખે. એટલે મારું લક્ષ્ય તો આત્મશુદ્ધિ જ છે.” સાથે સંઘના પ્રશ્નો પણ તેઓ આગવી રીતે સુલઝાવતા. તિથિપ્રશ્ન સંઘમાં થતા મતભેદને કારણે તેમને ઘણી ગ્લાની રહેતી. અને એક કરવા અનેક પ્રયત્નો પણ કર્યા હતા. તેમનું કહેવું હતું કે, અષાઢ સુદિ ૧૫થી દર પાંચ પાંચ દિવસે ગમે ત્યારે સંવત્સરીની આરાધના થતી હતી આપણી આ પ્રાચીન પરંપરા હતી. અત્યારે દેશકાળને ધ્યાનમાં રાખી બધા જે દિવસે નક્કી કરે તે દિવસે બધાએ સંવત્સરી કરવી, અને એ અંગે પોતાની પરંપરાગત જે પણ માન્યતા હોય તે લખવી. ઉભી રાખવી. પણ સમસ્ત સંઘની એકતા માટે અમે આ દિવસ સંવત્સરી માટે નક્કી કરીએ છીએ. એમ બધાએ એક થવું એવી સમાધાનની ફોર્મ્યુલા તેઓએ વિચારી હતી. કોઈની પરંપરાને જુઠી છે મિથ્યા છે એમ કહી પ્રચાર કરવો નહિ. : " જૈનોએ લઘુમતિનો દરજ્જો મેળવવો કે નહિ? એવા શશીકાંતભાઈ મહેતા રાજકોટવાળાના પ્રશ્નના જવાબમાં સાહેબજીએ સ્પષ્ટ ના પાડેલી કે “ના, જૈનો તો દાન દેનારા છે લેનારા નથી. લઘુમતિના તુચ્છ અને ક્ષુલ્લક લાભો લેવા જતા બહુમતિ હિન્દુ સમાજથી જો જૈનો છુટા પડી જશે તો નહીં ચાલી શકે. આપણું રક્ષણ આ વિશાળ હિન્દુ સમાજથી છે અને આપણે માત્ર હિન્દુ જ છીએ એમ નહિ એના આગેવાન મહાજન છીએ. હિન્દુ એ સમાજનું નામ છે ધર્મનું નહિ. હિન્દુ સમાજમાં વૈષ્ણવ, વૈદિક, સ્વામીનારાયણ, શીખ, બૌદ્ધ વગેરે ધર્મોના અનુયાયીઓ જેમ છે તેમ જૈનો પણ હિન્દુસમાજના જ અવિભક્ત અંગરૂપ છે. અન્ય ધર્મોની જેમ જૈન ધર્મ પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.” સાહેબજીને પરમાત્મામાં સંપૂર્ણ શ્રદ્ધા. તેઓ અમને કહેતા કે કામ કરવાવાળો હજાર હાથવાળો બેઠો છે. તેને કામ સોંપી દેવાનું એ કામ કરે તો સારું ન કરવા યોગ્ય લાગે ને ન કરે તો ઘણું સારું એમ માનવું. ભગવાનને કામ સોંપ્યા પછી તો “આશા છોડકે બૈઠ નિરાશા ફીર દેખ મેરે સાહિબ કા તમાશા' એ કબીરજીના વાક્યમાં એમને ખૂબ શ્રદ્ધા. પાલીતાણાના આદીશ્વર દાદા સાહેબના રોમ રોમમાં વસેલા. ગિરિરાજ ચઢતાં જાણે સાક્ષાત્ ભગવાનને મળવા ન જતા હોય તેટલો આનંદ હોય. એકવાર શત્રુંજયની તળેટીમાં એક સંન્યાસીએ પોતાનું સ્થાન જમાવ્યું. આપણા તીર્થધામમાં પાયામાં જ અન્ય ધર્મી પોતાનો પગદંડો જમાવે તો ભવિષ્યમાં બન્ને વચ્ચે ખટરાગ થાય. તેમની સાથે ઘર્ષણમાં ઉતરવાનું બને. બન્નેની ઉપાસના પદ્ધતિ ભિન્ન હોવાથી વૈમનસ્ય, અશાંતિ, ક્લેશ ઉભો થાય. એવું ભવિષ્યમાં ન બને માટે સમસ્યા ઉગતી જ ડામવી