________________ પ્રાચીન ગ્રંથો મળ્યા પછી પણ એનો ઉપયોગ કેમ કરવો, એ માટે ખૂબ ધીરજ અને ઊંડા તથા વિશાળ અનુભવની જરૂર પડે છે. હસ્તલિખિત ગ્રંથોમાં આદિથી સળંગ લખાણ જ હોય છે. જુદા જુદા પેરેગ્રાફ જેવું કંઈ હોતું જ નથી. સામાન્ય રીતે પદચ્છેદ તથા અલ્પ વિરામ આદિ વિરામ ચિહ્નો પણ હોતા નથી. કોઈક ગ્રંથમાં આ બધું હોય, તો તે પણ તેની રીતે હોય છે. એથી બહુ ખ્યાલ આવી શકે નહિ. વળી પહેલાં પડિમાત્રા (પૃષ્ઠમાત્રા)માં ગ્રંથો લખાતા હતા. એટલે પડિમાત્રા વાંચવામાં ભૂલો થતી હતી. એથી લહિયાઓ લખવામાં ભૂલો કરી બેસતા. એટલે હસ્તલિખિતમાંથી મુદ્રણ યુગ શરૂ થયો, ત્યારે અનેક પદોને ક્યાં છૂટા પાડવાં તથા ક્યા ક્યા અલ્પવિરામ આદિ વિરામ ચિહ્નો મૂકવાં, એ મોટો વિકટ પ્રશ્ન હતો. તે સમયના સંપાદક-સંશોધકોને કેટલો બૌદ્ધિક તથા શારીરિક શ્રમ પડ્યો હશે, તેની આપણે કલ્પના પણ કરી શકીએ નહિ, આવા અપ્રમત્ત જ્ઞાનયોગી મહાપુરુષોએ કરેલી શ્રુતસેવાના આપણે સૌ ઋણી છીએ. પૂર્વના મહાપુરુષોનો ઘણો પ્રયત્ન હોવા છતાં નાની મોટી ભૂલો રહી જવી તે સ્વાભાવિક છે અને સંતવ્ય છે. પુનર્મુદ્રણ કરનારાઓને હવે આ ભૂલો સુધારી લેવી જોઈએ. ઉદાહરણ તરીકે આગમોદય સમિતિથી પ્રકાશિત સટીક સમવાયાંગમાં આવા અનેક પાઠભેદો શ્રી પુણ્યવિજયજી મહારાજે નોંધેલા છે. આજથી ત્રીસ વર્ષ પૂર્વે ધામા (શંખેશ્વરજી તીર્થ પાસે ઝીંઝુવાડા પાસેનું ગામ)માં આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરિજી મ. વગેરે અમે પંદર જેટલા સાધુઓ પુણ્યવિજયજી મહારાજે નોંધેલા પાઠભેદોવાળી પ્રતિને આધારે જ્યારે વાંચન કરતા હતા, ત્યારે છસો-સાતસો જેટલા શુદ્ધપાઠો અમને એમાં મળ્યા હતા. સમવાયાંગ-સૂત્રમાં પાંત્રીસમાં સ્થાનકમાં સત્યવચનના (તીર્થકરોની વાણીના) અતિશયો વર્ણવેલા છે. એમાં ૨૭-૨૮માં અતિશયમાં ‘‘મદ્ભતત્વમ્ ગતિવિત્નવતત્વ 2 પ્રતીતમ્ '' આવો પાઠ છે. ખરેખર પ્રાચીન હસ્તલિખિતમાં ‘ડુ' ના સ્થાને 'ટુ' જ છે, પણ લિપિનો મરોડ બરાબર ન સમજવાથી ડું' વાંચવાની ભૂલનું જ આ પરિણામ છે. આ ભૂલ વર્ષોથી ચાલ્યા જ કરે છે અહીં ડૂત નહિ, પણ દૂત સાચો પાઠ છે. એટલે તીર્થંકર પરમાત્માની વાણી પ્રદ્યુત = જલ્દી જલ્દી નહિ તેમજ તિવત્નશ્ચિત નહિ, આ એનો સાચો અર્થ છે. વિક્રમ સં. 206 ૧માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયથી પ્રકાશિત થયેલા સટીક સમવાયાંગ સૂત્રમાં આવા અનેક પાઠો સુધારી લેવામાં આવ્યા છે. (કલ્યાણ : વર્ષીક 6 6 અંક-૮, નવેમ્બર, 2009) માંથી સાભાર