________________ 22 વંદના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના અચિંત્ય પ્રભાવથી અને પૂજયપાદ સંઘસ્થવિર આ.ભ.શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા પૂજયપાદ યુગમહર્ષિ આ.ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજા પૂજ્યપાદ સંઘએકતાશિલ્પી આ.ભ. શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજા પૂજ્યપાદ આગમપ્રજ્ઞ મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજ સાહેબ પૂજ્યપાદ ગુરુદેવ સાધનારત મુનિરાજશ્રી જિનચન્દ્રવિજયજી મ.સા. આદિની દિવ્ય કૃપાથી અને પ્રશાંતમૂર્તિ પૂ. આ.ભ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મહારાજા પ્રશમરસનિમગ્ન પૂ.આ.ભ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા આદિના શુભ આશીષથી આ સંપાદન-સંશોધનકાર્ય થઈ શક્યું છે. દેવ-ગુરુ ચરણે અનંત-અનંત વંદના. ત્રણસ્વીકાર આ.ભ.શ્રી કુલચન્દ્રસૂરિ મ.સા., આ.ભ.શ્રી પુણ્યરત્નસૂરિ મ.સા., આ.ભ.શ્રી યશોરત્નસૂરિ મ.સા., (આ.ભ.શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.નો સમુદાય) ઉપાધ્યાયશ્રી ભુવનચન્દ્રજી મ.સા., મુનિશ્રી વૈરાગ્યરતિવિજય મ. આદિ વિદ્વદર્યોએ માત્ર મુફ જોઈ આપ્યા છે એવું નથી સ્થળે સ્થળે પાઠનિર્ણય અને મુદ્રણપદ્ધતિ વગેરે બાબતોમાં અમૂલ્ય માર્ગદર્શન સલાહ-સૂચનો આત્મીય ભાવે આપ્યા છે. મુનિશ્રી અનંતસુંદરવિજયજીએ પણ મુફ જોઈ આપ્યા છે. મુનિ દિવ્યરત્નવિજય, મુનિ તત્ત્વસિદ્ધિવિજય, સા. ચંદનબાળાશ્રી, સા. મહાયશાશ્રી, સા. પ્રથમદર્શનાશ્રી, સા. તત્ત્વદર્શનાશ્રી, સા. નિર્વાણશ્રીજી, સા. દિવ્યાગુણાશ્રી, સા. વિનયપૂર્ણાશ્રી, સા. આજ્ઞારુચિશ્રી, સા. પરમશ્રદ્ધાશ્રી, આદિએ પાઠભેદો નોંધવા, મુફ જોવા અને પરિશિષ્ટો તૈયાર કરવા વગેરેમાં ઘણી ઘણી સહાય કરી છે. સંક્ષિપ્ત પ્રસ્તાવનાનું સંસ્કૃત રૂપાંતર કરવા માટે પં. મુક્તિચંદ્ર વિ.મ.ના શિષ્ય પં. મુનિચન્દ્ર વિ.મ. અને અંગ્રેજી રૂપાંતર કરવા માટે સુશ્રાવિકા રિદ્ધિબહેનને ધન્યવાદ ! પ્રસ્તુત ગ્રંથના સંશોધન-સંપાદનમાં આ સહુનો અમૂલ્ય ફાળો છે. આભાર. ધન્યવાદ. લિ. યુગમહર્ષિ આ.ભ.શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના વિનય સાધનારત મુનિરાજશ્રી જિનચન્દ્રવિજય મ.સા.ના શિષ્ય આ. વિજય મુનિચન્દ્રસૂરિ