________________ પ્રસ્તાવના 13 - - પૂર્વ સંપાદક અને પ્રકાશકઃ શોભન સ્તુતિના મૂળ ગ્રંથનું અગણિત સંસ્થાઓ દ્વારા પ્રકાશન થઈ ચૂક્યું છે. કેટલીક સંસ્થાઓએ મૂળ તેમજ માત્ર મૂળનો અનુવાદ પણ પ્રગટ કર્યો છે. આ બધા પ્રયાસોના મૂળ સુધી જઇએ ત્યારે પ્રો. હીરાલાલ કાપડીયાને અચૂક યાદ કરવા પડે. હસ્તપ્રતિઓની પાંડુલિપિઓમાં સમાયેલી શોભન સ્તુતિ ઉપરની અનેક ટીકાઓ જ્યારે સર્વથા અપ્રગટ હતી ત્યારે તેનો ઉદ્ધાર કરવાનું કાર્ય પ્રો. હીરાલાલભાઈએ કર્યું હતું. એ એટલું ભગીરથ કાર્ય હતું કે જો હીરાલાલ કાપડીયાએ તેને અદા કર્યું ન હોત તો કદાચ આજે પણ શોભન સ્તુતિ ઉપરની પ્રકાશિત થઈ રહેલી આ વૃત્તિઓ પાંડુલિપિઓના પિંડમાં બંધાયેલી રહી હોત. સંશોધનનું કાર્ય કેટલું ભગીરથ છે એ સંશોધકો જ જાણી શકે. પ્રો. હીરાલાલ કાપડીયાએ કુલ પાંચ ટીકાઓ અને એક અવચૂરિનું સંશોધન કર્યું. તેનું સંપાદન પણ કર્યું અને આગમોદય સમિતિના અન્વયે પ્રકાશન પણ કરાવ્યું. તેમણે શોભન સ્તુતિના બે અલગ અલગ ગ્રંથો સંપાદિત કર્યા. એક ગ્રંથમાં શોભન સ્તુતિ મૂળ, અન્વય, શબ્દાર્થ, શ્લોકાર્થ તેમજ કવિધનપાલ કૃત ટીકા તથા ચિરંતનાચાર્ય રચિત અવચૂરિને પ્રકાશિત કરી. બીજા ગ્રંથમાં શોભન સ્તુતિ ઉપરની ચાર ટીકાઓ પ્રગટ કરી. વિ.સં. ૧૯૮૩માં ઉપરોક્ત ગ્રંથો સંઘ સમક્ષ ઉપલબ્ધ બનાવ્યાં. શોખનસ્તુતિ - વૃત્તિમાત્તા નો ઉપક્રમઃ ( પ્રો. હીરાલાલ કાપડીયાએ સંપાદન-સંશોધન કરેલી અને એ પછી પૃથક પૃથક પ્રકાશિત કરેલી ઉપરોક્ત પાંચ ટીકાઓ અને એક અવચૂરિ પ્રસ્તુત ગ્રંથમાં એકી સાથે પ્રગટ થઈ રહી છે. આજથી ત્રણ વર્ષ પૂર્વે અમે શોખનસ્તુતિ નું સંપાદન હાથ ધર્યું ત્યારે નિર્ણય કર્યો હતો કે બધી જ સંસ્કૃત ટીકાઓ એકત્ર કરીને એક ગ્રંથમાં તેને પ્રગટ કરવી જેથી તે પ્રકાશન સંસ્કૃત ભાષાના નિષ્ણાતો માટે ઉપકારક બની રહે અને બીજો એક ગ્રંથ માત્ર મૂળ સ્તુતિઓના અવય, શબ્દાર્થ, શ્લોકાર્થનું સંકલન કરીને પ્રગટ કરવો જે બાળજીવો માટે ઉપકારક બની રહે. તદનુસાર શોખનતુતિ ના નામે મૂલ, અન્વયે વિગેરેને સમાવતો ગ્રંથ વિ.સં. ૨૦૬૩માં પ્રગટ થયો. હવે, પાંચ ટીકાઓ અને એક અવચૂરિને સમાવતો પ્રસ્તુત ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે. + ટીપ્પણો દ્વારા સંશોધન અમે આ ગ્રંથનું માત્ર પુનઃ સંપાદન નથી કર્યું પરંતુ આવશ્યક સંશોધન અને શુદ્ધિકરણ પણ કર્યું છે. પૂર્વે પ્રો. હીરાલાલ આર. કાપડીયાએ આ ટીકાઓ પ્રકાશિત કરી ત્યારે પાઠાંતરોના નિર્ણય માટે તેમજ મુદ્રણ શુદ્ધિ માટે પુષ્કળ ચોક્સાઈ રાખી હતી તેમ બેશક કહી શકાશે પરંતુ પ્રાચીન સમયની આ ટીકાઓમાં રહેલાં દોષોનું સંશોધન તેમણે ઓછું કર્યું છે એટલું ઉમેરવું પડશે.