SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ દેખવામાં આવવાથી શ્રી ધર્મસૂરિ મહારાજ આ પ્રકરણના કર્તા હોય તેમ જણાય છે, ધર્મસૂરિજી મહારાજને સમય નિર્ણય કરવો અશક્ય છે. વૃત્તિ-અવચૂર્ણિ બાલાવબેધકારે આ ગાથા જણાવતા નથી. જેથી જણાય છે જે મૂળ સત્તાવીશ ગાથાઓ અન્યકર્તક હેવી જોઈએ અને તેના પ્રણેતા તેરમા સૈકાની પૂર્વે થયેલા હોવા જોઈએ તેમ તેની વૃત્તિઓ ઉપરથી અનુમાન થાય છે, વળી બીજા એક પ્રાચીન પુસ્તકમાં “રુતિ શ્રી વાવ વિરાજિત નવતરયાળ” એ પ્રમાણે વાક્ય જેવામાં ' આવ્યું હતું જે ઉપરથી સ્યાદ્વાદરત્નાકરગ્રન્થ નિર્માતા જે અપૂર્વગ્રન્થમાં સ્ત્રીનિવાણસિદ્ધિ માટે લગભગ 42 હજાર શ્લોક પ્રમાણનો ભાગ હતા, મહારાજા સિદ્ધરાજની સભામાં કુમુદચન્દ્ર જેવા દિગંબરવાદીઓને જીતનાર અઢારદેશમાં અમારિના પ્રવર્તક, પરમહંત મહારાજા કુમારપાલનૃપપ્રતિબંધક, કલિકાલસર્વજ્ઞ, ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજ વિગેરેના વિદ્યાગુરુ, ભગવાન સ્વાદિદેવ સૂરિમહારાજ આ પ્રકરણના રચયિતા હોય તેમ પણ અનુમાન થાય છે. ઉપરની ગાથા તથા વાકય એ બંને તરફ વિચાર કરતા એકવાકયતા વિષયક એવું પણ અનુમાન થઈ શકે કે મૂલગાથા 27 ના કર્તા શ્રી વાદિદેવસૂરિ મહારાજ અને પ્રક્ષિપ્તગાથાઓના સંગ્રાહક શ્રી ધર્મસૂરિ મહારાજ હેય.” આ નવતત્વને લગતા અનેક મૌલિક ગ્રન્થની રચના થઈ છે તેમજ નવતત્વ પકરણ ઉપર પણ આજ સુધીમાં અનેક વૃત્તિ/અવસૂરિ આદિની રચના થઈ છે. જેની નામાવલી તથા નવતત્વને લગતા ગ્રંથોની નામાવલી આ પ્રસ્તાવનાના અને તૃતીય પરિશિષ્ટમાં આપવામાં આવી છે. શાસનસમ્રાટ પૂ. આચાર્ય દેવશ્રી નેમિ સૂ મ.ના શિષ્યરત્ન પૂ. આ. શ્રી ઉદય સૂ. મ. સંશોધિત સંપાદિત નવતત્વસાહિત્યસંગ્રહ નામના ગ્રંથમાં નવતત્વને લગતા અનેક ગ્રન્થ તેમજ નવતત્વ પ્રકરણ ઉપરની કેટલીક વૃત્તિઓને સમાવી લેવામાં આવી છે. ઉપાધ્યાય શ્રી સમયસુંદર મહારાજ : પ્રસ્તુત નવતત્વની વૃત્તિના કર્તા ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિના હસ્તે દિક્ષિત, સલચંદ્રગણિના શિષ્ય સમયસુંદરગણિ છે. વાદી હર્ષનંદન વગેરે અનેક શિષ્ય/પ્રશિષ્યના તેઓ ગુરુ હતા. સંયમના અનેક ગેમાં સ્વાધ્યાય તેઓશ્રીને પ્રિય હતે. સંસ્કૃત/ગુજરાતી હીન્દી રાજસ્થાની આદિ ભાષામાં તેઓશ્રીએ અનેક રચનાઓ કરી છે. શ્રી અભય જૈન ગ્રંથમાલાના
SR No.004427
Book TitlePrakarantrai
Original Sutra AuthorN/A
AuthorMahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1989
Total Pages116
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy