________________ - જ્ઞાન-ચારિત્ર-બધિ-મુનિધર્મશ્રાવકધર્મ–પુણ્ય-પાપ-ભાગ્ય-નસીબ કમ - કષાય-લેશ્યાનાં વર્ણન-જિર્ણોદ્ધાર - જિનબિંબ– જિનચૈત્યનાં વર્ણને લખાયાં છે. સામાયિક-પૌષધ-વિનય–વેયાવચ્ચ-સ્વાધ્યાય-યાન–જુદી જુદી ભાવનાઓ-ઉપદેશ સિત્તરી પ્રમાદ-આત્મનિંદા, ગુણાનુરાગ, સાત્વિક ભાવ, પ્રભાવક–ગુરૂના ગુણ-શિષ્યની લાયકાત=ગુણ-દોષો-છદોનાં લક્ષણ–નમસ્કાર મહામંત્રને પ્રભાવ-બીજા પણ ટુંકા-લાંબા બધા મળીને લગભગ બસો વિષયોથી આ ગ્રંથ સમૃદ્ધ બને છે. ચીને શબ્દકોષ આપવા ઈચ્છા હતી. વિસ્તૃત અને ઝીણવટથી વિષયદર્શન આપવું હતું. પરંતુ સંપાદક મુનિરાજનું શરીર સ્વાસ્થ ગ્રન્થના પ્રકાશન કાળમાં જ બગડયું તેથી ધારેલી ઈચ્છા પાર પામી નથી. ઉપરાંત શુદ્ધિપત્રક પણ ઝીણવટથી થઈ શક્યું નથી. આવી બધી અપૂર્ણતાઓ માટે વાચક મહાશયે પાસે ક્ષમાયાચના કરીએ છીએ. ' આ ગ્રંથ છપાવવા પહેલાં કેટલીક તૈયારીઓ કરવા સારા અનુભવી પંડિત મહાશયની શોધ કરી પરંતુ મનપસંદ કામ કરી આપનાર મલ્યા નથી. ઉપરાંત આવા ગ્રંથને વડીલભાવે અથવા મિત્રભાવે શોધી આપનાર કે સૂચનાઓ આપનાર પણ મલ્યા નથી. તેથી પણ વાચકને આ ગ્રન્થમાં અપૂર્ણતા લાગી જશે તે માટે પણ સજજન આત્માઓ પાસે ક્ષમા યાચિયે છીએ. - તથા અમારાં આજ સુધી થયેલાં પ્રકાશને પંચપરમેષ્ઠિ નમસ્કાર યાને જૈનધર્મનું સ્વરૂપ-પહેલી-બીજી આવૃત્તિનલ ચાર હજાર તથા નવપદ દર્શન નકલ એક હજાર–સંસ્કૃત સુભાષિત સૂક્ત સંગ્રહ, ગુજરાતી સુભાષિત સૂક્ત સંગ્રહ, જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તથા સુભાષિત સૂક્તરત્નાબલી (ગુજરાતી) અને પ્રસ્તુત સુભાષિત સૂક્ત રત્નમાલા.