________________ સુધીમાં જેને ઈતિહાસમાં અતી ઉપયોગી અગર કોઈપણ પુસ્તક બહાર પડયું હોય છે તે આ એકજ છે. “માર્ડન રીવ્યુ બેન્બ ક્રેનીકલ' જેવાં અંગ્રેજી, સરસ્વતી જૈન હિતૈષી જેવાં હિન્દી અને બુદ્ધિપ્રકાશ “સાહિત્ય' જેવાં ગુજરાતી માસિમ્પના વાંચનારાઓ આ વાતને સારી પેઠે જાણતા હશે. વળી તેથી પણ વધારે ખાત્રી એ ઉપરથી થઈ શકશે કે આ પુસ્તક એક ઐતિહાસિક વિષયનું (કે જહે વિષયના શેખીને ઘણાજ થોડા હોય છે.) હોવા છતાં, થોડા જ સમયમાં અમારે હેની ઘણી જલદી બીજી આવૃત્તિ બહાર પાડવાની જરૂર પડી છે. એટલું જ નહિ પરંતુ, અમને એ જણાવતાં અત્યન્ત હર્ષ થાય છે કે આ પુસ્તકને હિંદીમાં બહાર પાડવાને પણ કેટલાક હિંદીપેમીઓએ અમને સાગ્રહ ભલામણ કરી છે. પુસ્તકની ઉપયોગિતાને માટે આ હકીકત કમ નથી. અંતમાં–અમને એ જોઇને વધારે હર્ષ થાય છે કે આચાર્ય મહારાજશ્રીનું આ પુસ્તક બહાર પડ્યા પછી, તેઓશ્રીના છેલ્લા વક્તવ્ય પ્રમાણે લેખકનું આવા પ્રયાસ તરફ વલણ થયું છે. આશા રાખીએ છીએ કે-હજુ પણ વધારે ને વધારે આ વિષય તરફ લેખકનું વલણ થાય અને આવાં અતીવ ઉપયોગી પુસ્તકો બહાર પડે. શ્રીયશોવિજ્યજૈનગ્રંથમાળા ઓફીસ. ) અભયચંદ ભગવાનદાસ ગાંધી, ખારગેટ–ભાવનગર. માર્ગશીર્ષ સુદિ 8 વીર સં. 2443 ). પ્રકાશક,