________________ ( 30 ) - खसारपुत्रपरिवारपरिकालतेन निजपुण्यार्थ श्रीश्रावश्यकबृहद्वृत्तिद्वितीयखंडं भांडागारे लिखापितं // शुभं भवतु // " 5 શ્રીરત્નસિંહસૂરિના શિષ્ય શ્રીમાણિકસુંદરગણિએ સંવત 1501 માં ભવભાવના સૂત્રો બાલાવબેધ અહિંજ કર્યો છે. કેમકે તેની અંતમાં લખવામાં આવ્યું છે કે " इति श्रीमलधारिश्रीहेमचंद्रसूरिविरचित्तश्रीभक्भावनासूत्रस्य श्रीकृद्धतपापक्षभट्टारकश्रीरत्नसिंहसूरिशिध्यपंडितमाणिकसुंदरगणिना श्रीदेवकुलपाटके // संक्त् 1501 वर्षे कार्तिक सुदि 13 बुधे भव्यसत्त्वप्रतिबोधाय बालावबोधः कृतः श्रीसिद्धान्तनिपुणैर्यतिवरैः સંધ્યઃ” ઉપરના તમામ વૃત્તાન્ત ઉપરથી આ તરફમાં આચાર્યોના વિહારનું અને જેની વસ્તીનું પૂરેપુરું ભાન થયા વિના રહેતું નથી. કાલક્રમે અત્યારે આ દેલવાડામાં માત્ર ત્રણ મંદિર વિદ્યમાન રહ્યાં છે, મ્હારે શ્રાવકનાં સે-સવાસો ઘર છે. તે પણ બધાએ સ્થાનકવાસી છે. એટલે ત્રણ મંદિરોમાં ત્રણ જણ પણ પૂજા કરવાવાળા નથી. અત્યારે વિદ્યમાન રહે ત્રણે મંદિરે બાવન જિનાલય છે. હેમાંનાં બે શ્રીત્રાષભદેવ ભગવાનનાં કહેવાય છે, મ્હારે એક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું કહેવાય છે. આ ત્રણે મંદિરે ઘણાં જીર્ણ થઈ ગયાં છે. આશાતના પણ ઘણું થાય છે, માટે તે તરફ ગ્રહસ્થાએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ચણું એક દેરાસર યતિજીના ઉપાશ્રયમાં છે, જહેમાં મહાવીર સ્વામીની પ્રતિમા બિરાજમાન છે. એક વાત કહેવી રહી ગઈ. ઉપરના શિલાલેખમાં 18 માં બરને હે શિલાલેખ છે, તે શિલાલેખ દેલવાડાથી ત્રણ માઈલપર