________________ તૈયાર છે ડો. મોહેન '' ચિન ? તૈયાર છે !! તૈયાર છે ! એતિહાસિક સ સંગ્રહ. | (ભાગ 1 લો.) - આ ભાગમાં, કાચરવ્યવહારીના રાસ, રસરત્ન રાસ, સુમતિસાધુસૂરિવિવાહલ, ભીમપાઈ, એમાહુડાલીયાના રાસ અને રાયચંદ્રસૂરિ ગુરૂ બારમાસ એમ છ રાસ, હેનો સાર, ઐતિહાસિક ટિપણીઓ અને કઠિણ શબ્દાર્થ સંગ્રહ પણ આપવામાં આવ્યા છે. કોચરની જીવદયા પ્રત્યેની શુભ લાગણી, આર ગામોમાં વગડાવેલા અમારી પડતો, મહમ્મદ બેગડાના વખતમાં પડેલો મહાન દુષ્કાળ, ‘શાહ’ પદવીને જાળવી રાખવા ખેમા હડાલીયાએ કરેલી દાનશૂરતા અને એવી એવી ઘણી બાબતો આ પ્રથમ ભાગમાંથી મળી આવે છે. ઇતિહાસ પ્રેમીઓને માટે જહેમ આ ભાગ ઘણાજ ઉપયોગી છે, તેમ રાસના વાંચનારાઓ અને કથાપ્રિય મહાશયને પણ ઘણાજ ઉપચાગી છે. કિમત માત્ર આઠ આના. ઐતિહાસિક ઇસ સંગ્રહ, (ભાગ 2 છે) આ ભાગમાં ખિમષિ, અલિભદ્ર, અને શ્રીયશોભદ્રસૂરિના રાસ આપવામાં આવ્યા છે કે જહે રાસા સુપ્રસિદ્ધ કવિવર લાવણ્યસમયની કૃતિના છે. ખિમષિના ધણાજ કઠિણ અભિગ્રહા, અલિભદ્રની ચમત્કારિક વિદ્યાઓ અને યશોભદ્રસૂરિનાં પ્રભાવિક કાર્યો જાણવાને આ ત્રણે રાસે ઘણાજ ઉપયોગી છે. પ્રથમ ભાગની માફક આમાં પણ રાસસાર, ઐતિહાસિક ટિપ્પણીઓ અને શબ્દાર્થ સંગ્રહ આપવામાં આવ્યા છે. એટલુંજ નહિ, પરંતુ નાડલાઈ અને હસ્તિક ડીના પ્રાચીન લેખો અને હેનો સાર આપી ઈતિહાસ પ્રેમીઓને ઘણાજ ઉપયોગી થઈ પડે, તેમ બહાર પાડ્યો છે. કિંમત માત્ર દસ આના. | લખા શ્રીયશોવિજયજી ગ્રંથમાળા ઓફીસ, 'ખારગેટ-ભાવનગર,