________________ ધારવા કરતાં નિવેદન લીબુ થઈ ગયું, પણ તેની ક્ષમા યાચી લઉં છું. આશા છે કે પવિત્ર હસ્તાક્ષરનાં ચાહકે, સંગ્રહ શોખીન સદગૃહસ્થ, શ્રીમાને, વિદ્યાપ્રેમીઓ અને આપણું જ્ઞાન ભંડારના કાર્યવાહક મહાનુભાવે; આ ચિત્રસંપુટને પિતાને ત્યાં વસાવીને આ અભિનવ પ્રયાસને પ્રેસાહન આપશે અને જ્ઞાનભક્તિના સહભાગી બનશે. ઘણી મોટી સંખ્યામાં ઉપાધ્યાયશ્રીજીની કૃતિઓ આપણને મળી છે માટે એમની અનેક અસાધારણ વિશેષતાઓમાં આ પણ એક અસાધારણ વિશેષતા જ લેખાવી જોઈએ. આવા મહર્ષિઓની સંપત્તિ એ કેવળ જેનોની જ નહિ પણ વિશ્વમત્રની હોય છે. માટે આપણી એ મહામૂલી સંપત્તિનું ચીવટપૂર્વક જતન થવું ઘટે. અને અંતમાં અણખેડાએલા જ્ઞાન ભંડારમાંથી આવીને આવી વધુ સંપત્તિ મેળવવા ભાગ્યશાલી બનીએ એ જ મન કામના. જૈન ગતિ શાસનમ્ | તા, ક પ્રસ્તુત આલ્બમ બહાર પડી ગયા બાદ છેલ્લા સાતેક વર્ષમાં, પૂ. ઉપાધ્યાયજીએ સ્વહસ્તે લખેલી ન્યા. પં. શ્રી જયરામ ભટ્ટાચાર્ય કૃત અન્યથા વ્યાતિવાદ્ર અને રહસ્ય પદથી અંકિત ચાસિદ્ધાન્ત રથ અને અનુમિતિરસ્ત્ર નામના બે ગ્રન્થ, તે ઉપરાંત ઉપાધ્યાયજીએ રચેલ અને સ્વહસ્તે લખેલ વિગન્નાસાગ્ય અપૂર્ણતથા પૂ. ઉપાધ્યાયજી તથા તેઓશ્રીના ગુરુદેવશ્રીએ બંનેએ ભેગા મળીને લખેલી સિદસેનીયા વિરાતિ દ્વાદ્રિષિાદા નામની પ્રતિએ નવી પ્રાપ્ત થએલી છે. જેને પરિચય અહીં આપવામાં આવ્યો નથી. સંપા. મુનિયવિજ્ય, વાલકેશ્વર-મુંબઈ. વિ. સં. 2017. સંપુટના વિહંગાવલોકન ઉપરથી ઉપાધ્યાયજી અંગે ઉપસતું ચિત્ર પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પૂર્વાધમાં શીલ અને પ્રજ્ઞા સંપન્ન મહાન તિર્ધર થઈ ગયા. મહોપાધ્યાયજી મહારાજ જેવા જ્ઞાનના મહર્ણવ હતા તેવા ચારિત્રની ખાણ રૂપ હતા. તેમનું વિવિધ વિષયનું જ્ઞાન તલસ્પર્શી, મર્મગ્રાહી અને વ્યાપક હતું, એમનું ચારિત્ર પણ સ્ફટીક સમું નિર્મળ હતું. ગહનમાં ગહન શાસ્ત્રીય અને દાર્શનિક વિષયનું મર્મસ્પર્શી અવગાહન કરવું અને એવા તમામ વિષયોને આત્મસાત કરીને, મૌલિક સાહિત્યસર્જન દ્વારા એનું નવનીત જિજ્ઞાસુઓ અને અભ્યાસીઓ માટે સુલભ બનાવવું, એ એમને માટે સાવ સહેલી વાત હતી આ વસ્તુ જ એ બતાવે છે કે તેઓ કેટલા અપ્રમત્ત તથા જ્ઞાન અને ક્રિયાના આરાધનમાં કેટલા જાગૃત હતા. આત્માની સતત જાગૃતિ વગર આવી મેધા અને આવી જીવનશુદ્ધિ શકય જ ન બને. એમ કહી શકીએ કે મહાપાધ્યાયજી મહારાજ આત્મજાગૃતિના એક જીવંત આદર્શ હતા. આ આગમોના તે ઉંડા મર્મજ્ઞ હતા જ. સાથે સાથે નવ્યન્યાય સહિત જૈન અને જૈનેતર દશના પણ સમર્થ જ્ઞાતા હતા, અને પિતાની જ્ઞાન-પિપાસાને સંતોષવા તેઓએ છેક વિદ્યાધામ કાશી સુધી વિહાર કર્યો હતો, અને ત્યાં વર્ષો સુધી ઉડી જ્ઞાને પાસના કરીને બ્રાહ્મણ વિદ્વાનોનાં આદર અને પ્રીતિ સંપાદન કર્યા હતાં. પણ અમુક વિષેનું સર્વસ્પશી જ્ઞાન મેળવવું એ એક વાત છે, અને શાસ્ત્રીય તાવિક કે દાર્શનિક વિષયને લઈને સંસ્કૃત કે પ્રાકત જેવી ભાષાઓમાં સર્જન કરવું એ સાવ જુદી વાત છે. પાંડિત્યની સાથોસાથ સાહિત્ય સર્જનની વિરલ પ્રતિભાનું વરદાન મળ્યું હોય તો જ આ બની શકે. મહેપાધ્યાયજી મહારાજની વિવિધ વિષયને સ્પર્શતી અસંખ્ય નાની મોટી કૃતિઓનું અવલોકન