SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 20. પ્રસ્તુત સર્ગને અને " શ્રીશબ્દને ધ્રુવ પ્રયોગ અને કૃતિઓમાં સમાન રીતે જાળવ્યું છે ખરો શું આ ગ્રન્થ સ્વતંત્ર કૃતિ છે? આ ગ્રન્થ સ્વતંત્ર એટલે મૌલિક રચના રૂપ છે કે અન્યધારે રચાએલી કૃતિ છે? આ ગ્રન્થ સ્વતંત્ર રચના રૂપ નથી. ઉપાધ્યાયજી ભગવંતની કેટલીક કૃતિઓ પૂર્વકૃતિઓના મોટા ભાગને સહારે લઈ અથવા તેને આધારભૂત રાખીને રચાએલી છે. તે રીતે આ કૃતિ પણ, મહામાનસશાસ્ત્રી અદ્દભુત અને અભૂતપૂર્વ કલ્પનાના સર્જક, વૈરાગ્યપૂત કથાકાર, 'શ્રીસિદ્ધર્ષગણિએ રચેલી, કથાના પ્રકારમાં “સંકીર્ણ અથવા ધર્મ” પ્રકારની, કાવ્યના પ્રકારમાં “ચમ્પ” ગણાતી અને વિષયના પ્રકારમાં વૈરાગ્યપ્રધાન એવી “ઉપામિતિ ભવપ્રપંચો કથા ને સંપૂર્ણ આધાર લઈને જ રચાયેલી આ કૃતિ છે. એક કૃતિ હોવા છતાં એવીને એવી જ બીજી રચવાનું પ્રયોજન શું? માત્ર ભારતીય સ્થાના નહિ પણ વિશ્વના ઈતિહાસમાં ઉપમા, ઉપમિતિ, અને ઉપમેય દ્વારા રૂપકાત્મક શૈલીએ રચાએલી આ કૃતિ ખરેખર ! એક વિલક્ષણ, અપૂર્વ અને અભિનવ પથ પ્રદર્શક છે. અન્ય દર્શન–ધર્મ કે સંપ્રદાયમાં આ ઢબની કૃતિ રચાયાનું અદ્યાવધિ જાણવા મલ્યું નથી. આવી અનુપમ અને અત્યુત્તમ કૃતિ સેળેક હજાર શ્લોક પ્રમાણ વિસ્તૃત હતી. વળી તે ગદ્ય-પદ્યમય હતી. આવી લાંબી (ચપુ) કૃતિને લાભ દરેક કાળમાં સહુ કોઈ લઈ શકે એવું નથી હોતું, એટલે સંક્ષેપ રૂચિવાળ છે માટે વિશાળકાય ગ્રન્થના સંક્ષેપ કે સાર રૂપે એક અભિનવ કૃતિના સર્જનની આવશ્યક્તાને ખ્યાલ કરીને દસમી સદીમાં રચાએલ પ્રસ્તુત “ઉપમિતિ " ગ્રંથની રચના પછી, તેના અવતરણ કે અનુકરણ રૂપે વિવિધ આચાર્યોએ ૧૧મી, કે 13 મી સદીમાં પઅન્ય કૃતિઓ રચી હતી. 1. મહાકવિ શ્રી માઘ, તે સિદ્ધગિણિના સંસારી કાકાના પુત્ર હતા. (જુઓ પ્રભા. ચ. પ્ર. વિ.) 2. મ -પદ્યમથી વિપૂરિ૦મીધી રે [ કાવ્યાદર્શ. 1] સાવચમચાવ્ય પુચિમીથીયો [ સાહિ. દર્પણ. 6 ] 3. અહીંઆ જે વૈરાગ્યરતિ માટે કહેવાયું છે, તે જ વૈરાગ્ય કલ્પલતાને ઘટે છે. 4. સંવત્સરાતના વિષ્ટિ (ઉપ. પ્રશસ્તિ) ના ઉલેખથી સં. 962 રચનાકાળ છે. વિક્રમનું વર્ષ 492 અને ઈસ્વીસનનું વર્ષ 436 સમજવું. આનું પ્રથમ વાંચન શ્રવણું " ભિન્નમાળ” માં થયું હતું અને આ ગ્રન્થની આધ નકલ “ના” નામના જૈન સાધીજીએ કરી હતી. 5. 35. મ. પ્ર. નામ સમુદ- કર્તા શ્રી વર્ધમાન સૂરિજી, રચના સમય 1088. આ ગ્રન્થની વિજય કમદ સુરિજી મુદ્રિત પ્રતિમાં નામ સમુચ્ચયની જગ્યાએ સારસમુદય એવું નામ છાપ્યું છે. એટલે પણ ખુદ પ્રથકારે સ્વકૃતિના અન્તમાં નામકરરય આપેલું છે. એટલે એ જ પેચ છે.
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy