________________ તમારું મન કે તમારે આત્મા, ફરતા, અનીતિ, અપ્રમાણિકતા અને દાનવતા જેવા દુગુણીને શિકારે નહીં બને, પરિણામે બીનજરૂરી પાપપ્રવૃત્તિઓથી બચી જવાશે, સુંદર જીવન છવાશે અને પરસ્પર પ્રેમ, સંપ, ભાઈચારે અને વિશ્વબંધુત્વની ભાવનામાં વધારો થતો રહેશે. ગ્રન્થકારોને ઉદ્દેશ-માનવ જાતને ત્રણેય પુરુષાર્થનું પરિજ્ઞાન કરાવાને અને ગૃહસ્થાશ્રમીઓને ત્રણેય માટે પુરુષાર્થ કરવાનું જણાવવાનો હોય છે પણ મુખ્યત્વે તમે ધમની પ્રધાનતા જાળવીને કરજો એ વાતને ખાસ ધ્વનિત કરવાને છે. કઈ કઈ ગ્રન્થમાં તે નિઃશ્રેયાખ્યા વગેરે શબ્દ ઉમેરીને જીવનનું અંતિમ ધ્યેય સાફસાફ શબ્દોમાં સૂચવી દીધું છે. ધર્મ કરી શકવાના કારણે જ મહામૂલા ઉચ્ચ ગણાતા માનવ જીવનનું ધ્યેય ટૂંકું નથી પણ ઉદાત્ત અને મહાન છે. એને આ 84, લાખના પરિભ્રમણને અંતે સંપૂર્ણ, નિર્ભેળ અને શાશ્વત સુખે-આનંદ અને શાંતિના ધામરૂપ મુક્તિ મેક્ષ આત્માને કરવો જ પડશે જે સુખ અને શાંતિ અંધતી હશે તે ! કથાઓ ધર્મના રંગથી રંગાએલી રચાતી કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી કથા-વાર્તાઓ ભલે અર્થની હોય કે ભલે કામની હાય પણું તે ધર્મ ભાવનાની ઝલક કે રંગથી એ છે–વત્તે અંશે રંગાએલી આપને જોવા મળશે એ રીતે ધર્મકથા હોય તો તે ૫ણુ અપાધિકપણે પણ અર્થ-કામની છાંટવાળી હશે અને એવી કથાઓને અંત ત્યાગ વેરાગ્ય ધર્મતત્વમાં જ થતું હશે. વાર્તાને અંતે માનવ હૈયું ત્યાગ, વૈરાગ્ય, દયા, કરૂણું અને આત્મહિતના વિચારોથી સભર બની રહે, એના ભણકારા વાગ્યા કરે, એની ચિંતામાં ગરકાવ બને તે સમજવું કે એ જ સાચી હિત વાર્તા છે. આત્મ-ચૈતન્યના સર્વોચ્ચ હિતમાં એ જ સહાયક બની શકે છે. માનવકલ્યાણ માટે રચાતી કથાઓ - આ પવિત્ર ભૂમિના આસ્તિકતા ધરાવતા, પ્રાચીન આદર્શોની પરંપરાને જીવંત રાખનારા, આત્મપ્રધાનલક્ષી વિદ્વાનો-કથાકારને મન, એક વાત બરાબર જડબેસલાક બેઠેલી હતી કે, આ ધરતીના માનો જેઓ પરલેકને માને છે અનેક જન્મને માને છે સાથે આત્મિક કે આધ્યાત્મિક વિકાસની સર્વોચ્ચ પરાકાષ્ટાને પણ સ્વીકારે છે તે માનો, આ સંસારની અનેકવિધ પ્રવૃત્તિઓ કરતાં, મેહ-માયાની જાળમાં ફસાઈને રખે ! પિતાના જીવનનું ચરમ લય ભૂલી ન જાય, રખે! ભાવિ જીવનની ઉત્તરોત્તર થનારી ઊર્ધ્વગામી પ્રગતિના વિચારમાં સુષુપ્ત બની ન જાય, માટે ધમપ્રધાન કથાઓ સજી, અને એ દ્વારા માનવ જાતને ખ્યાલ આપ્યો કે સંસારી જ યથાયોગ્ય કાલે. યથાયોગ્ય રીતે એટલે ન્યાય, નીતિ અને પ્રામાણિક્તાને પૂર્ણ આદર કરીને ભલે અર્થ મેળવે, પૈસો કમાય અને કામને ભોગવે, પણ એનાથી, વધુ ઉમ, વધુ આદરપાત્ર વધુ, સુખશાંતિને બક્ષનાર, જીવનનું ઉત્થાન કરનાર, અર્થનો અનર્થ અને કામની કુટિલતાઓને જ્યાં વાસ થવાનું છે એવા ધર્મ કે મોક્ષ પુરુષાર્થને અવિરત પ્રયત્ન કરવામાં શિથિલતા ન દાખવે. માનવજીવન કેવળ ભૌતિક સુખ ભેગવવા માટે નથી. . કેવળ ભૌતિક સુખે, વિષયજન્ય સુખ, ઈન્દ્રિયજન્ય આનંદ, દૈહિક સુખો, આ શરીર, ધન, કુટુંબ, બીલે. સ્થાવર અને જંગમ લત, પરિવાર, વૈભવ, વિલાસ, મિ-રહીએ, યશ, કીનિ, વાહવાહ