________________ 28 કથાના માધ્યમ દ્વારા સરલ અને હળવું બની જાય છે. લેનારા ઉમળકાથી-હોંશથી તે મેળવી શકે છે. એથી જ આ રીતે અપાતે બેધ આજની ઉક્તિમાં નેધીએ તે ગમ્મત સાથે જ્ઞાન જેવો છે. કથા એ સુપાચ્ય ખાઘ છે તાવિક જ્ઞાન સક્ષ્મ બુદ્ધિથી ગાય છે. આધ્યાત્મિક જ્ઞાન આત્મિક વિકાસમાં આગળ વધેલાઓથી શ્રાવ્ય ગ્રાહ્ય છે. એટલે આ જ્ઞાને મિષ્ટાન્ન-દૂધપાક જેવાં છે. એથી તે ભારે છે. પરિણમન થતાં અર્થાત પચતાં વાર લાગે તેવાં છે. વળી આ ભારે જ્ઞાન સહુ ખાઈ શકે તેમ હેતું નથી. જે ખાય તે બધા જ. પચાવી શકે છે તેમ પણ હેતું નથી. જેમ ગરિષ્ઠ–ભારે ખોરાક બધા જ ખાઈ શકે છે તેવું નથી હોતું. તેમ ખાનારા બધા જ પચાવી જાણે છે એમ પણ નથી હોતું. એટલે પ્રસ્તુત રાક જોડે, પાચન થાય તેવાં દ્રવ્ય-મસાલાવાળી ખાદ્ય વાનગીઓ બનાવાય છે. અને તે ઉપરાંત ખાધા પછી નાગરવેલનાં પાન, સોપારી વિવિધ મુખવાસે, પાચન ચૂર્ણો આદિ સ્વાદિમ દ્રવ્યોને ઉપયોગ કરાય છે. ત્યારે ખાધેલ ખેરાક હજમ થઈને આરોગ્ય કે પુષ્ટિપ્રદ બને છે. એ જ રીતે જનહેયાંની વાસ્તવિક પરિસ્થિતિના જ્ઞાતા શાસ્ત્રકારોએ મિષ્ટાન્નાદિ જેવા Kવ્યાદિ ત્રણેય અનુગના જ્ઞાનાભ્યાસમાં જીવ જોડાઈ જાય અને જોડાએલા હોય તે કંટાળી ને જાય, એનાં અપચો-અજીર્ણ કે અરૂચિ ન થાય એટલા માટે પણ કથાનગને સામેલ કર્યો છે. જેથી તત્ત્વજ્ઞાને બાર ન પડે. તે જલદી પચી જાય એટલે કે સમજાઈ જાય અને એની ભૂખ સદાયને માટે રહ્યા જ કરે. ખરેખર કથાનું માધ્યમ મોટા ભાગના ખાઘોમાં ઉપયોગી સબરસ નમક (મીઠા)ની જેમ બાકીના ત્રણેય યુગમાં, અનેક ક્ષેત્રમાં, અતિશ્રેષ્ઠ અને સુંદર કામગીરી બજાવનાર છે અને સ્વતંત્રપણે સાચા અર્થમાં માનવીને માનવી બનાવનારૂં છે. ધર્મકથાનુગમાં આગમેતર અનેક જૈન ગ્રન્થ છે. જે સંકીર્ણ કથાના પ્રકારને અન્ને નેધીશું, 4. સંકીર્ણકથા--સંકીર્ણ એટલે મિશ્ર કથા. ધર્મ, અર્થ, કામ, અને મેક્ષ આ ચારેય લક્ષણવિષયોથી યુકત હોય છે. આવી કથાઓમાં અવરનવર ત્રણેયનું લગતું જ્ઞાન, ત્રણેયને પરસ્પર અવિરધીપણે કેમ સ્થાન આપવું, તેને વહેવારૂ કેમ બનાવવા ? એની સમજણ આપેલી હોય છે વળી જેમાં જેન અજૈન શાસ્ત્રના આધારે તેનાં કારણે, તર્કો દલીલે દૃષ્ટા તે દ્વારા ત્રણેયની કુશળતા પૂર્વક પુષ્ટિ કરવામાં આવી હોય છે. સંકાણ કથાના ગ્રન્થ તરીકે અનેક નામો રજુ કરી શકાય બહુધા બૃહકથાઓ સંકણું પ્રકારની હોય છે. વળી ૨પ્રથમાનુગ, વસુદેવદિડી, તરંગવઈ, ઉમરિયચપનમહાપુરિસચરિયું, સમરાદિત્ય કથા, ઉપમિતિભવપ્રપંચ, તિલકમંજરી, કુવલયમાલા, મર્યાદિત માનવાળી કથાઓ, જીવનચરિત્રો, આ - 1. કથાગ્ર બહુધા “સંકીર્ણ” પ્રકારના હોય છે. વાર્તાઓ જે કહેવાય છે તે પણ એ જ પ્રકારની બહુધા હેાય છે. 2. આ શલાકા આદિ પુરુષની કથાથી સમૃદ્ધ એક ગ્રન્થ હતો. આજે તે વિદ્યમાન નથી, સૈકાઓથી અનુપલબ્ધ છે પણ અન્ય આગમ અને આગમેતર ગ્રન્થના વિવિધ ઉલ્લેખથી સ્પષ્ટ જાણી શકાયું છે કે, ખા નામને તીર્થંકરાદિ પુનાં જીવનચરિત્રો-કથાઓને લગતે એક મહામન્ય છે. પ્રસ્તુત " પ્રથાનુગ”ને