________________ પ્ર કા શકી ચ મ મહામહોપાધ્યાય શ્રી મેઘવિજયજીગણિ પુરંદર વિરચિત શ્રી શાંતિનાથ ચરિત્રકે જે શ્રી હરચિત નૈષધીય મહાકાવ્યના પ્રથમસર્ગની સંપૂર્ણ પાદપૂર્તિ રૂપે છે, મૂળમાત્ર અને આવશ્યક છેડી ડી ટિપ્પણી સાથે આ પુસ્તક પ્રથમ પ્રકાશિત થયેલ છે. આ ગ્રન્થ વિશેષ વાચનમાં આવે અને કાવ્ય* રસિકને અધિક ઉપયોગી બને એ આશયથી અતિશય પરિશ્રમપૂર્વક “વિદ્વદ્વિનોદિની નામે ટકા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયામૃતસૂરીશ્વરજી " મહારાજશ્રીએ રચી છે. આ પૂર્વે પૂજ્યશ્રી મેઘવિજયજી ઉપાધ્યાયજી રચિત સપ્ત સંધાન મહાકાવ્ય પર “સરણિ નામે ટીકા પણ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીએ રચી છે અને તે આ સભા તરફથી પ્રકટ પણ થયેલ છે. આ છે જન સાહિત્ય વર્ધક સભા તરફથી અનેક વિશિષ્ટ ગ્રન્થ પ્રકાશિત થયા છે. એ ગ્રન્થ ભવ્યજીની જ્ઞાને પાસનામાં પૂરક બનવા સાથે વિશિષ્ટ ક્ષપશમમાં કારણરૂપ બન્યા છે. આ સર્વેમાં અમને જે લાભ મળે છે તે માટે અમે અમને અહોભાગ્ય સમજીએ છીએ અને એ માટે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીજીને પરમ ઉપકાર માનીએ છીએ. આ કાર્યમાં સહાયભૂત થતા–અને થયેલા સર્વના અમે આભારી છીએ. વિશેષે કરીને આ પ્રકારના કાર્યો કરવાની સંભૂત ભાવના રાખીએ છીએ. —પ્રકાશક,