________________ ઉપોદુધાત આ મહાન કાવ્યમય ગ્રંથ મૂલ અનુષ્યએ લોકનું પ્રમાણ ૬૨૭ર થાય છે, ને પ્રબોધિની ટીકા તેનાથી બમણી છે અને તેનું ભાષાંતર આ બાલ ગોપાલ વાંચી સમજી શકે તેવો ગુજરાતી અનુવાદ અમારા ગુર “ઉપાધ્યાય” શ્રી પ્રિયંકરવિજયજી ગણીએ આપ્યો છે. સરલ સ્વભાવી 5. પૂ. અમારા ગુરુના ગુરુ શ્રી આચાર્ય મહારાજશ્રીએ આ કાવ્યમાં સરલ પ્રબોધિની નામની ટીકા રચીને સંસ્કૃત જ્ઞાનને ધરાવનાર માટે સુગમતા કરી આપી છે. આ ગ્રંથના મૂલ કર્તા મુનિ ભદ્રસૂરિ મહારાજ છે આ ચરિત્ર વાંચવાથી છની અશાંતિ દૂર થાય છે અને 12 ભવોનું વર્ણનમય તથા ઉપદેશીક ચમત્કારીક મહાન કથાઓ બીજે ક્યાંય જોવા જાણવા મળે તેમ નથી. જો કે “જૈન” તેમજ જૈનેતર મહાકાવ્ય છે. પણ તેનાથી આ પર છે, અથવા જગતમાં શ્રેષ્ઠ ચક્રવર્તિની પદવી તથા તીર્થંકર પદની પદવી એક ભવમાં મેળવનાર મહાન શાન્તિનાથ ૧૬મા ભગવાનનું આં ચરિત્ર મહાન ઉત્તમ છે જેમ સાકરના મહાન ભાગમાં જે મીઠાશ છે, તેવી જ તેના કણેકણમાં મીઠાશજ ભરેલી છે. 1. સર્વાર્થ સિદ્ધવિમાનથી ચ્યવન કલ્યાણ.............................. શ્રાવણ વદિ 7 2. કુરુદેશે ગજપુર નગરમાં જન્મ..........................વૈશાખ વદિ 13 3. તેજ નગરીમાં એક હજાર પુરુષ સાથે દીક્ષા...... ...વૈશાખ વદિ 14 4. હસ્તિનાપુરમાં કેવળજ્ઞાન.............પષ સુદિ 8 5. સમેત શિખર કાઉસગ્ગ ધ્યાને નિર્વાણ.. વૈશાખ વદિ 13 મોક્ષકલ્યાણક 6. સુવર્ણ વર્ણી કાયા 7. મૃગ લાંછનવાળા 8. દસ લાખ વર્ષના આયુષ્યવાળા 8. ર૦૦૦ બાસઠ હજાર સાધુ 61600 એકસઠહજાર છસો સાધ્વી સામુદાય હતો. 10. ગરુડ યક્ષ અને નિર્વાણી પક્ષીણી ઈન્દુષેણ ને બીન્દુષણથી શરૂ કરી જેમાં બારે ભવેનું વર્ણન વિસ્તારથી આપેલ છે. લે. મુનિ હર્ષચંદ વિજયજી