________________ 11. શ્રી હર્ષપુરીય ગચ્છરૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડનાર ચંદ્ર સરખા, વાણીરૂપી આભૂષણથી શોભતા રાજશેખર ગુરૂ કે જે સૌજન્યને ઉત્પન કરનારા, છે તેમણે દુષ્કર્મોના મને તેડનાર આ શ્રી શાંતિચરિત્રની શુદ્ધિ કરી છે છતાં પણ પંડિત જેને એ મારી પર અનુપમ પ્રસાદ કરીને શુદ્ધિ કરવી. 12. જે અરિહંતના ચરણ કમલને સેવત, હંમેશાં ઉત્તમ ગુરુની ભક્તિરૂપી અગાધ સરવળમાં કીડા કરવાથી નિર્મલ પાંખવાળે હંસ જે બનીને જલને દૂધના ભેદને જાણ હંસ સરખે ધર્મને અધર્મના ભેદને જાણકાર છે એવો પુરૂષ શ્રી શાંતિજિનેશ્વરનું કાવ્ય ભણવામાં હર્ષ મેળવે છે. 13. જે પંડિત કાલિદાસે રચેલા કાવ્યોમાં, શ્રી ભારવીએ તથા માઘ પંડિતે બનાવેલા મહાકાવ્યમાં દે દેખાડે છે. વળી હર્ષ પંડિતે રચેલા નૈષધ મહાકાવ્યમાં પણ દેષ , દર્શાવે છે. તેવા પંડિતો પણ શાંતિનાથ મહાકાવ્યમાં જે ગુણે છે તેનું જ વર્ણન કરે છે. - 14. મિથ્યાત્વ યુક્ત, બનેલા ઉપરોક્ત પાંચ કાવ્ય છે. જે પહેલાં તે ભણનાર માટે નિરંતર વ્યુત્પત્તિ આપે છે તેમ આચાર્યો કહે છે કે, હે સમકિતવંત છે તેની માફક આ શાંતિનાથ મહાકાવ્ય, જે સહેલાઈથી થાય તે કયું વાંછિત તેને મળ્યું નથી ! અર્થાત બધું જ મળ્યું છે. 15. હે પ્રદધારી પંડિતે અનુષ્ય પ્રમાણે બત્રીશ વર્ણોની રચનાથી માપતાં આ શાંતિનાથ મહાકાવ્યમાં બાસઠસોને બેંતેર પ્લેકથી પણ વધુ પ્રમાણ થાય છે. 16. રાગદ્વેષનું અદ્વિતીય કારણ જે મેહ તેને નાશ કરી કેવલજ્ઞાન વડે ત્રણલેકના ભાવને જાણનાર તીર્થકરે કરેલે ધમ, કથન કરેલે ધર્મ આ જગતમાં જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધી આ શાંતિનાથ ચરિત્ર વિદ્વાન દ્વારા હમેશાં ભણતું રહે " 17. વિક્રમ સંવત 1410 ની સાલમાં જેઠ માસમાં સુદિ ત્રીજના દિવસે શ્રી શાંતિ નાથ ચરિત્રની રચના પૂર્ણ થઈ. શુભ ભૂયાત પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજ્ય દર્શન સૂરિજીએ બનાવેલ ટીકાના આધારે ગુજરાતી ભાષામાં અનુવાદ તેમના શિષ્ય પન્યાસ પ્રિયંકર વિજ્યજી ગણીએ લખ્યો છે. તે સુપડિપુરૂષોએ ભાષામાં કઈ દોષ ત્રુટિ હેય તે સુધારીને વાંચો એજ અભ્યર્થના વિ. સં. 2021 ના ભા. વ. 9 ને શનિવારે લખે છે. સગ 19 મે પુરો થયો અને તેની પ્રશસ્તિ પુરી થઈ