________________ 37 કર તે ગુણવર્માને પંડિત ગુરુ સમજે છે, સ્ત્રીઓ તેને કામદેવ જાણે છે, પ્રજા લોક તેને યંત (ઈંદ્રપુત્ર) સમજે છે અને યાચકો તેને કલ્પવૃક્ષ સમજે છે. 43 વસંતપુર નામના નગરમાં તેજસ્વી ઈશાનચંદ્ર નામને રાજા હતા. જેના યશ વડે છતાયેલે શંકર ભસ્મ વડે પિતાના શરીરને ઉજ્વલ બનાવે છે. - 44 શુદ્ધ તપાવેલા સુવર્ણન જેવા વર્ણવાલી, તથા અપ્સરા જેવી કાંતિવાળી એવી કનકવતી નામે તેને પુત્રી હતી. 45 રાજાએ દૂત દ્વારા બોલાવેલા મહર બધા રાજકુમારે પરિવાર સહિત જલદીથી સ્વયંવર ઉત્સવમાં તેના નગરમાં આવ્યા. 46 દૂત વડે આમંત્રણ અપાયેલે અને પિતા દ્રઢવ રાજાની આજ્ઞા મેળવી ગુણવર્માકુમાર તે નગરમાં આવ્યા. 47 ઈશાનચંદ્ર રાજા વડે સામે આવી સત્કાર કરાયેલે, ગવૈયા ભટ્ટ ચારણને ઈચ્છિત દાન આપતા, કલ્પવૃક્ષ જે ગુણવર્માકુમાર આપેલા મહેલમાં દિવસ પસાર કરવા લાગે. 48 કુતૂહલ જેવામાં ઉત્સુક ચિત્તવાળે કુમાર પિતાના નેત્રને સફલ માનતે એક વખત સ્વયંવર મંડપમાં ગયે. 49 સ્વયંવર મંડપ જોવા માટે આવેલે ગુણવર્માકુમાર રત્ન સ્તંભમાં પિતાની છાયા વડે અનેક રૂપધારી દેખાવા લાગ્યો. 50 સૌન્દર્યથી શોભતી પુતળીઓ વડે મનહર સ્વયંવર મંડપને ગુણવકુમાર જેતે હતું ત્યારે સ્વયંવરા કનકવતી આવી પહોંચી. - 51 સખીઓથી પરિવરેલી, તારામંડલમાં ચંદ્રની રેખા જેવી અને સ્વકાન્તિથી દિશાએને શોભાવતી મંડપને જોવા લાગી. પર રતિ કરતાં અધિક રૂપવાન રાજપુત્રી, આવેલા રાજકુમારને જોઈ જાણે કામદેવના બાણેથી વિધાયેલી હોય તેમ કાંઈક વિચારવા લાગી. 53 સેનાની તરીકે પ્રખ્યાત બનેલે શું આ મહેશપુત્ર છે? કે લક્ષ્મીપુત્ર પ્રશ્ન કામદેવ છે? અથવા ત્રીજે અશ્વિનીકુમાર છે? - 54 અનુપમ એવું આ રૂપ દેવતાઓમાં તેમજ દૈત્યમાં નથી. જે હોત તે દ્રવ્ય ગુણદિનું વર્ણન કરનાર મહાકવિઓ પોતાના કાવ્યમાં વર્ણન કેમ ના કરત? માટે આવું રૂપ ક્યાંય દેખાતું નથી. - 55 પંડિતે વડે પ્રશસિત એ કુશલ મનુષ્ય આ લેકમાં હોય તે સ્વર્ગ વડે શું? અને તેની પ્રાપ્તિ માટે કે કેમ પ્રયત્ન કરે. 56 બ્રહ્માએ ઘુણાક્ષર ન્યાયથી રચના કરતાં આવા પુરુષ રત્નને બનાવ્યો, બીજે ઠેકાણે આ પુરુષ જોવામાં કે સાંભળવામાં કયાંય પણ આવ્યા નથી, - પ૭ જગતનું નિર્માણ કરવામાં નિપુણ બ્રહ્માને પરિશ્રમ ત્યારે સફળ થાય જ્યારે કોમળ અંગવાળા આ પુરુષની સાથે મારો સંબંધ તે કરી આપે.