________________ છ હીં શ્રી ગૌતમ સ્વામિને નમઃ શ્રી મુનિભદ્રસૂરિકવર વિરચિત શ્રી શાન્તિનાથ મહાકાવ્ય (ભાષાન્તર) સર્ગ. 14 મે. (ભાષાન્તર કર્તા:- પન્યાસ શ્રી. પ્રિયંકર વિજયજી ગણિવર્ય) 1. જે શાંતિનાથ ભગવાનનું શુદ્ધ કેવલ જ્ઞાનરૂપી કમલમાં ત્રણે લેક ભ્રમરની જેમ આચરણ કરે છે. એવા સકલ અતિશય શાલી શ્રી જિનેશ્રવર પ્રભુ શ્રોતા અને વક્તાના મનોરથ પૂર્ણ કરે. 2. પૂર્વે રાષભદેવના સે પુત્રો હતા, તેમાંના એકનું કુરુ નામ પ્રસિદ્ધ હતું. તે જે ભૂમિપર રાજ્ય કરતે તે દેશ કુરુદેશ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. 3. દેવો પણ નિરંતર જેની ઝંખના કરે છે અને બીજા દેશમાં પ્રવર્તતા દુકાલ દર કરવા માટે એવાં ધાન્યો જે દેશમાં થતાં હતાં. 4. હિમાલયની જેવી ઉંચી વિના પ્રયત્ન મેટી થતી મહાપુરુષના પુણ્યથી જ જાણે બનાવાયેલી ના હોય એવી વિદ્વાની જાણે ઉજવલ વાણી જ ન હોય તેવી ત્યાંના ગાયના વાડાની ગાયે હતી. 5. જેમ જલથી તલાવ, ગાથી ગેષ્ઠ, કમલેથી જલ, શેઠેથી ગામ, ભ્રમરોથી કમલ. તેમ ગામ વડે નગર શેભે છે પરસ્પર એકબીજાથી શોભે છે. 6. કુરુદેશ જોયા પછી વત્સ દેશમાં પ્રીતી થતી નથી. અંગ દેશ દુર્બલ દેખાય છે લાટ દેશની પ્રશંશા રહી નથી, ગૂર્જર દેશ વૃદ્ધ જેવો લાગે છે. 9. કર્ણાટક, કાનમાં પીડા આપે છે. સુરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર તે બને તે વ્યર્થ દેખાય છે ને હૂણને તે જાણે જન્મ જ થયો નથી. 2 થી 7. 8. જાણે દેવનગર જ ન હોય એવું તે કુરુદેશમાં હસ્તિનાપુર નામે નગર હતું. વળી દેવલોકમાં જેઓને વિરેાધ છે તે શુક બૃહસ્પતિ તથા બુધને પરસ્પર વિરોધ જે દેશમાં નથી.