________________ પ્રકાશકીયમ્ આચાર્યપ્રવરશ્રી મુનિભદ્ર સૂરિવર્ય રચિત શ્રી શાન્તિનાથ મહાકાવ્ય ઉપર પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયદર્શન સૂરીશ્વરજી મહારાજે સુન્દર “પ્રબંધિની' નામે ટીકા રચી છે. ને તેથી તે કાવ્ય પઠન-પાઠનમાં ઉપયોગી બને એવું થયું છે. તેઓ પૂજ્યશ્રીની હયાતીમાં જ વૃત્તિ સહિત આ કાવ્યનું મુદ્રણ શરૂ કર્યું હતું—પણ તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો એ કારણે પ્રથમથી ચાર સગ સુધીને પ્રથમ ભાગ અમે તુરત જ પ્રકાશિત કર્યો. ત્યાર બાદ અન્ય અન્ય અનેક વ્યવધાનને કારણે આગળનું મુદ્રણ રોકાઈ રહ્યું હતું. ટીકાકાર પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીજીએ પૂર્ણ વિશ્વાસ સાથે આ કાવ્યના પ્રકાશનને ભાર સમર્થ વિદ્વાન પૂજ્યપાદ આચાર્ય શ્રી ધર્મધુરન્ધરસૂરિજી મહારાજને સોંપ્યો હતો. તે જ કારણે તેઓશ્રીજીએ અનેક અગત્યના કાર્યો છતાં આ ગ્રંથનાં સંશોધન આદિ કાર્ય કરીને અમને ઉપકૃત કર્યા છે. બીજા વિભાગના પ્રથમ ખંડ રૂપ આ ગ્રંથ બહાર મુકતા અમને આનંદ થાય છે. આ ખંડમાં પાંચમાથી આઠમા સર્ચ સુધી ચાર સર્ગો છે. આ બીજા વિભાગનો બીજો ખંડ અને ત્રીજે વિભાગ પણ અનુક્રમે હવે પછી અમે પ્રકાશિત કરીશું. એમ ત્રણ વિભાગમાં અને ચાર પુસ્તકમાં આ કાવ્ય ટીકા સાથે પૂર્ણ થશે. વૃત્તિકાર પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીજીના શિષ્યરત્ન પન્યાસ શ્રીપ્રિયંકરવિજય ગણિવ અને તેમના શિષ્ય મુનિશ્રી હર્ષચન્દ્ર વિજયજીએ આ ગ્રંથમાં સહાયકને ઉપદેશ આપી અમારે આર્થિક બે હળવે કર્યો છે, ને અમને અનુગ્રહીત કર્યા છે. આ ગ્રંથના વાચનથી વ્યુત્પત્તિ સાથે અરિહંત પરમાત્માની કથાથી જીવનની સાર્થકતા થાય છે. ભવ્ય જી એવા ઉત્તમ લાભ લેવા તત્પર બને એ જ ભાવના. લિ. શ્રી નેમિદશન જ્ઞાન થાલા. ચુન્નીલાલ ઉકાભાઈ ઝવેરી