________________ પ્રકાશકીય પં. હંસરન ગણિ રચિત અદ્યાવધિ અપ્રગટ “ઉપમિતિ કથોદ્ધાર' ગ્રંથરત્નનું પ્રકાશન કરતાં અમે અતિહર્ષ અનુભવીએ છીએ. | સુપ્રસિદ્ધ ઉપમિતિભવપ્રપંચાકથાને તદન સીધા સાદા સરળ સંસ્કૃત ગદ્યમાં ગુંથવાનો આ પ્રયાસ સંસ્કૃતિનું સામાન્ય જ્ઞાન ધરાવતા વાચકોને અને સંક્ષેપરુચિ વાચકોને ઘણો ઉપકારી બનશે. પૂ.આ.ભ.શ્રી વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા.નું નામ પ્રાચીન સાહિત્યના સંપાદન-સંશોધન ક્ષેત્રે જાણીતું છે. પૂજ્યશ્રીએ આ પૂર્વે ઘણાં અપ્રગટ-પ્રગટ ગ્રંથોનું સંશોધન-સંપાદન કર્યું છે. અનેક હસ્તલિખિત ગ્રંથોના ઉપયોગ દ્વારા તૈયાર થયેલ આ ગ્રંથરતના પ્રકાશનનો લાભ અમને આપવા માટે અમે પૂ. આચાર્ય ભગવંતના ઋણી છીએ. વર્તમાન યુગના મહર્ષિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા (દીક્ષા વિ.સં.૧૯૫૮ વૈશાખ સુદ ૧૫)ની દીક્ષાશતાબ્દી પ્રસંગે સૂરતના આંગણે પૂ.આ.ભ.શ્રી અરવિંદસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.ભ.શ્રી યશોવિજયસૂરીશ્વજી મ.સા., પૂ.આ.ભ.શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ્રવર્તક મુનિરાજશ્રી જયાનંદવિજયજી મ.સા. આદિની નિશ્રામાં ઉજવાતા શ્રી જિનેન્દ્રભક્તિ મહોત્સવ દરમિયાન આ પુસ્તકનું પ્રકાશન થઇ રહ્યું છે તેનો અમને અતિ આનંદ છે. ' ગ્રંથપ્રકાશનના પ્રસંગે પૂજ્યશ્રીને ભાવભરી વંદના. આ ગ્રંથના પ્રકાશનમાં શ્રી ભીલડીયાજી જૈન તીર્થની પેઢી અને શ્રી કૃષ્ણનગર જૈન સંઘ તથા શ્રી ઝીંઝુવાડા જૈન સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી ઉદારતાભર્યો સહકાર પ્રાપ્ત થયો છે. ત્રણે સંસ્થાના અમે આભારી છીએ. લિ, પ્રકાશક