________________ આ. રાજવિજયસૂરિએ આ વાત સ્વીકારી લીધી. આ પછી ત્રણેય આચાર્યોએ ભિન્ન ભિન્ન પ્રદેશમાં વિચરી શ્રાવકોને સ્થિર કર્યા. શાસનપ્રભાવક કાર્યો કર્યા. વિ.સં. ૧૫૯૬માં આ. આનંદવિમલસૂરિ સ્વર્ગવાસી બન્યા. આ. રાજવિજયસૂરિ રાધનપુર ચાતુર્માસ કરી શંખેશ્વર યાત્રા કરી ધામા પધાર્યા. આચાર્યશ્રીના ઉપદેશથી ત્યાં વસતાં 700 શ્રાવકોને તપાગચ્છની સામાચારીમાં સ્થિર કર્યા. ત્યાંથી ઝીંઝુવાડા ગયા. ત્યાં શ્રાવકોના 900 ઘર હતા. તે બધાને તપાગચ્છની સામાચારીમાં લીધા. માળવામાં દિગંબરો શ્વેતાંબર શ્રાવકોને પોતાના પક્ષમાં ભળવા દબાણ કરે છે એ જાણીને આ. વિજય દાનસૂરિની આજ્ઞાથી 700 મુનિઓ સાથે આ. રાજવિજયસૂરિ માળવામાં વિચર્યા. આ બાજુ આ. વિજય દાનસૂરિને ગુજરાતમાં કોઈ યતિએ ખોટા સમાચાર આપ્યા કે આ. રાજવિજયસૂરિ કાળધર્મ પામ્યા છે. આથી વયોવૃદ્ધ આ. વિજયદાનસૂરિજીએ રાજનગરમાં આ. હીરવિજયસૂરિજીને આચાર્ય પદ આપ્યું. આ. રાજવિજયસૂરિજી ગુજરાતમાં આવ્યા. આ. વિજય દાનસૂરિ મ.સા.ને વંદના કરી. આચાર્યશ્રીએ કહ્યું : ખોટા સમાચાર મળવાથી હીરવિજયસૂરિને આચાર્યપદ આપ્યું છે. મારા પટ્ટધર તમે, તમારા હીરવિજયસૂરિ બને એમ વ્યવસ્થા ગોઠવીએ. પણ આ. રાજવિજયસૂરિજીને આ વ્યવસ્થા પસંદ ન પડી. તેઓએ મુનિરાજસૂરિને ઉત્તરાધિકારી બનાવ્યા. પણ, તેઓ ટુંક સમયમાં રાધનપુર ચાતુર્માસમાં કાળધર્મ પામ્યા. આચાર્ય રાજવિજયસૂરિનો વિ.સં. ૧૫૫૪માં જન્મ, ૧૫૭૧માં દીક્ષા, ૧૫૮૪માં આચાર્યપદ, ૧૬૨૪માં સ્વર્ગવાસ થયો રાજવિજયસૂરિ પછી તેમની પાટે ૬૧માં રત્નસુંદરસૂરિ થયા. તેમનો જન્મ વિ.સં. 1594, દીક્ષા-૧૬૧૭, આચાર્યપદ-૧૬૨૪, સ્વર્ગવાસ ૧૬૭૫માં થયો. જૈન પરંપરાનો ઇતિહાસ ભા-૪ પૃ. ૨૭માં "58 ભટ્ટા. વિજયરાજસૂરિ 59 ભટ્ટા. વિજયરત્નસૂરિ તેમનો સં. ૧૫૪૯માં જન્મ, સં. ૧૬૧૩માં દીક્ષા, સં. ૧૬૨૪માં ઝીંઝુવાડામાં આચાર્યપદ, તથા ગચ્છનાયક પદ અને સં. ૧૬૭૫માં સ્વર્ગગમન ઝીઝુવાડામાં.” (આ સાલ-સંવતો જોતાં આ રત્નસુંદરસૂરિ અને આ. વિજયરત્નસૂરિ એક જ વ્યક્તિના નામાંતરો જણાય છે.) તેમની પાટે ૬૨માં આ. હીરરત્નસૂરિ થયા. તેઓનો વિ.સં. ૧૬૨૦માં જન્મ, દીક્ષા-૧૬૩૩, ભટ્ટારક પદ 1675, ૧૭૧પમાં સ્વર્ગવાસ. 1. જૈનયુગ (વિ.સં.૧૯૮૫-૮૬ ભાદ્રપદથી-કાર્તિક)ના અંકમાં ‘અમારો જ્ઞાન પ્રવાસ-૧ ઝીંઝુવાડા' નામના લેખમાં ઝીંઝુવાડાના જ્ઞાનભંડારના ગ્રંથો બાબત લખ્યું છે કે- “ભાષાના પુસ્તકોમાં અહીં હીરરત્નસૂરિજીના વંશજોયતિઓ રહેતા તેમનો સંગ્રહ મુખ્યત્વે કરીને છે.” ઝીંઝુવાડા દેરાસર સ્થિત પાષાણની જિનપ્રતિમાઓ ઉપર “સંવત 1854 મહાવદિ 5 રાજવિજયસૂરિગચ્છે શ્રીમુક્તિસૂરિ રાજય" આવો લેખ છે. ઉપરોક્ત જૈનયુગ (અષાઢ-શ્રાવણ વિ.સં. ૧૯૮૬)ના અમારો જ્ઞાનપ્રવાસ-ઝીંઝુવાડા લેખમાં (પૃ.૪૨૮) લખ્યું છે કે- ‘ઝીલાદણ પાસે જૂની એક નાની દેરી છે તેમાં પાદુકા મુકી છે ને તેમાં કોતરેલું છે કે- મટ્ટારશ્રી દીપરત્નસૂરિ