SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ 1. પ્રકાશકીય નિવેદન સ્વ. મહોપાધ્યાય ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજના ટૂંકા નામ સાથે સંકળાએલી થશોભારતી જેને પ્રકાશન સમિતિ તરફથી ઉપાધ્યાયજીના ગ્રન્થની પ્રગટ થઈ રહેલી નવ પુસ્તકની શ્રેણિમાં છઠ્ઠા પુષ્પ રૂપે આ મહાતિ વગેરે નામના નાના મોટા નવ પ્રત્યે પ્રગટ થતા હોવાથી અમે એ નવનિથ એવું અપરનામ રાખી પ્રગટ કરી રહ્યા છીએ તેથી અમને ખૂબજ આનંદ થાય છે. આ સંસ્થાએ આજ સુધીમાં છ પ્રકાશનો પ્રકાશિત કર્યા, એમાં ઉપાધ્યાયજી રચિત મૂલ અથવા ટીકાવાળા નીચે મુજબ ગ્રન્થ પ્રગટ ક્યાં છે. 2. દૂતિ (સંસ્કૃત) 4. વારિ -રે કાઢતની ટીકા (ભાષાંતર સાથે) 2 વૈરાતિ (સં). 5. आर्यभीयचरित महाकाव्य, विजयोल्लास महाकाव्य 3. જોગાઢિ (સં.) (હીન્દી ભાષાંતર સહ.) લિકર નામેારા 6 થરાદન ઉપાધ્યાયજીના તમામ ગ્રન્થને પરિચય. ખા છઠ્ઠા પુષ્ય નાથિની કૃતિઓનું તથા સાતમા પુષ્પતરીકે પ્રગટ થનારી સ્થાવાદની ત્રણ ટીકાઓ વગેરેનું સંપાદનો સં. 2025 સાલની આસપાસમાં કર્યું હતું પણ મુદ્રણે તેનું 228 માં થયું હતું અને ૨૦૩૦માં આ કૃતિઓ છપાઈ પણ ગઈ હતી. પણ છાપકામ માટે રેકેલો દલાલ ભાઈ વિચિત્ર નીકળ્યા અને મુશ્કેલીઓ ઉભી થતાં છાપેલા ફઓ પ્રેસ પાસેથી મેળવી ન શક્યા, પેલા ભાઈ ભૂગર્ભમાં જતા સ્થા. આ કારણે આ ગ્રન્થ પ્રકાશનમાં મોટી મુશ્કેલી ઉભી થઈ, પૂજ્ય ગુરુદેવ કંટાલી ગયા. એને પછી મૂડ ઉડી ગયે છતાં, પૂજ્યશ્રી એવા કંઇ હતાશ થાય તેવા થોડા હતા. અમારી મહેનત કરતાં તેઓશ્રીને ઉદ્યમ વધુ રહ્યો, છેવટે ફર્માઓ મેળવ્યા. જે ફર્માએ પ્રેસની, કે ભાઈની બેદરકારીના કારણે બહુ સારી સ્થિતિમાં મલવા ન પામ્યા, વળી એમાં કોઈ કોઈ ફમાં હતા જ નહિં. કેટલા ઉધઇ ખાઈ ગઈ એટલે તેની પુનઃ પ્રેસ કોપી કરાવી, પુન સંપાદન કરી, પુનઃ છપાવવું પડયું. એમાં ખૂબ સમય ચાલ્યો ગયો. અવની અરવસ્થ તબીયત તેથી ભારે વ્યથિત થયા. પણ થાય શું? પછી પ્રસ્તાવના લખી અને પરિશિષ્ઠો તૈયાર કર્યા પણ મુંબઈ ચેમ્બરમાં જલીય ઉપદ્રવ થતાં પ્રેસ કેપી બગડી ગઈ. પ્રસ્તા વના તે ફરી ટૂંકામાં લખી પણ આજે તેમની તબીયતની સ્થિતિ ઘણું પ્રતિકૂળ હોવાથી ફરીથી પરિશિષ્ટો તૈયાર થાય તે સ્થિતિ રહી નથી. છતાં જેટલું પૂજ્યશ્રી તૈયાર કરી શકશે તેટલું પ્રગટ કરીશું. આ પુસ્તકમાં આપેલી છેલલી ચાર કૃતિઓ અલગ અલગ પ્રેસમાં એક સાથે છાપવા આપવી પડી એટલે પૃષ્ઠના સળંગ નંબર આપવાની શકયતા જ ન રહી એટલે પહેલેથી જ નબરો આપવા પડ્યા છે તે બદલ દિલગીર એ. જાતજાતની ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિ વચ્ચે પ્રેસની મુશ્કેલીઓ, પૂજ્યશ્રીની ઘણી નાદુરસ્ત તબી. યત અને અનેક અન્ય રેકાણે વચ્ચે મોડે મોડે પણ અમે આ ગ્રંથ પ્રગટ કરી શક્યા એજ મોટા આનંદ અને સંતોષની વાત છે. આ કૃતિ છ વરસ પહેલાં પ્રગટ થઈ શકે તેવી સ્થિતિ છતાં છ વરસ બાદ પ્રકાશનને પ્રકાશ જઈ રહી છે. તે બદલ પૂજ્યશ્રીને અને અમને ઘણો ખેદ છે. હવે પુષ્પ 7 અને 8 નું બાકી રહેલું કામ પણ જલદી થાય તે માટે પૂજ્યશ્રી પ્રયત્નશીલ છે. આ કાર્ય થતાં વર્તમાનની તેઓશ્રીની એક જવાબદારી પૂરી થશે.
SR No.004308
Book TitleNavgranthi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1981
Total Pages320
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy