________________ શાનને બાધાર જમવાય સબંધથી માને છે. પરંતુ આધાર વિષયતા સબંધથી વિષય બને છે. પ્રાચીને એમ કહે છે કે વિષયતા સ્વરૂપ સબંધથી છે. તેથી તે જ્ઞાન અને વિષયથી ભિન્ન પદાર્થ નથી. - બાની સામે તપાધ્યાયજ વાંધો ઉઠાવે છે. એ કહે છે કે જે વિષાપતા શાન સ્વરૂપ છે તો મતલ ઘટવાળું છે, આ જ્ઞાનથી નિરૂપિત જે વિષયતા ઘટ અને ભૂતલમાં રહે છે તેમાં ગભેદ પડી જશે. અને અભેદ થવાથી ઉક્ત પ્રકારવાળા જ્ઞાનથી ઉત્તરકાલમાં ધટ પ્રકાર જ્ઞાનથી હું મુક્ત છું' આવા પ્રકારની પ્રતીતી થવી જોઈએ. જે અનુભવથી વિરુદ્ધ છે. શા માટે વિષયતા, જ્ઞાન અને વિષયતા આશ્રયતા સબંધથી વિષયમાં અને નિરૂપતા સંબંધથી જ્ઞાનમાં રહે છે. વિષયિત્વ પણ જ્ઞાન અને વિષયથી ભિન્ન પદાર્થ છે. અને આ વિષયિત્વે બે પ્રકારે છે. પહેલું કોઈ પણ વિષયતાથી નિરૂપિત નથી હતું અને બીજું એ છે કે અન્ય વિષયતાથી નિરૂપિત થાય છે. નિર્વિકલ્પક જ્ઞાનમાં જે વિષયિત્વ હોય છે એનાથી નિરૂપિત વિષયતા અન્ય વિષયથી નિરૂપિત નથી થતી. વિશિષ્ટ જ્ઞાનની જે વિષયતા હોય છે તે અન્ય વિશેષતાઓથી નિરૂપિત થઈ શકે છે. અહીં પ્રકારતા, વિશેષ્યતા અને સંસર્ગના રૂપ વિષયના હેય છે અને તે પરસ્પર નિરૂપ નિરૂપક ભાવે હેાય છે. વિશેષતા અને પ્રકારતા પણ બે પ્રકારની હોય છે. એક કોઈ પણ ધર્મથી અવચ્છિન્ન હોય છે અને બીજી નિરવછિન્ન હોય છે. ઉપરોક્ત બધી વાતને વિસ્તારથી આ કૃતિમાં ચર્ચા છે. * - ---* 1. વાયુHલે પ્રત્યક્ષાચક્ષત્ર એટલે કે વાયુ અને ઉષ્મા પ્રત્યક્ષ છે કે અપ્રત્યક્ષ એને અંગેની ચર્ચા કેટલાક નૈયાયિકે પૃથ્વી, પાણી અને અગ્નિ મા ત્રણ દ્રવ્યો, રૂપ અને સ્પણથી યુક્ત છે એમ માને છે. અને તેથી તે ત્રણેય ચક્ષ અને ત્વચા (સ્પોન્દ્રિય) આ બે નિર્થી તે પ્રત્યક્ષ થાય છે એમ પ્રત્યક્ષ અનુભવ કરીને કહે છે. દ્રવ્યને પ્રત્યક્ષ થવામાં રૂ૫ ત્યારે જ કાર બને છે જ્યારે પ્રત્યક્ષ બાહ્ય ઈન્દ્રિયથી ઉત્પન્ન થતું હોય. તેઓ ચક્ષુથી દ્રવ્યના પ્રત્યક્ષમાં 25 અને ત્વચાથી પ્રત્યક્ષ થવામાં સ્પર્શને કારણ માનતા નથી સ્પર્શ અને રૂ૫ બંનેને કારણ તરીકે ગણવામાં આવે તે ત્યાં બે નતના કાય કારણભાવ માનવા પડશે. બે કાર્ય-કારભાર માનવામાં થાશનિને ગૌરવ થાય છે બીન જરૂરી કાર અને તેઓ બે જ માને છે. એટલે ગૌરવ ન થાય તે તરફ તેઓનું ખાસ લક્ષ્ય હોય છે. એટલે તેઓ એમ કહે છે કે રૂપ અને ત્વચા આ બંને દ્રવ્યોના પ્રત્યક્ષમાં એક રૂપને જ જે કાર માનવામાં આવે તે લાધવ થાય છે. આ લાઘવવાઓના મત મુજબ રૂપ હોય તે જ ત્વચાથી દ્રવ્ય પ્રત્યક્ષ થઈ શકશે નહીંતર મંહિં. આટલી સબંધિત વાત સમજાવીને વાયુ-દ્રવ્યની વાત સમજાવતા કહે છે કે વાયુ દ્રવ્ય છે. આવી પ્રતીતિ ત્વચાથી પણ નહીં થાય. કેમકે ઉપરની દલીલ પ્રમાણે દ્રવ્યના પ્રત્યક્ષ કારનું એક ૨૫ને જ માન્યું છે. અને રૂપ તે વાયુદ્રવ્યમાં છે જ નહિ એટલે ત્વચાથી વાયુ પ્રત્યક્ષ કરી શકતા નથી. આ પ્રમાણે પ્રાચીન નૈયાયિકનો મત છે. ઉપાધ્યાયજી મહારાજે આ મતનું વિવિધ હેતુઓ દ્વારા આ પ્રકરણમાં ખંડન કર્યું છે. તેઓશ્રી કહે છે શરીરની સાથે વાયુ-હવાને જયારે સંયોગ થાય તો જ મા શીતવાયુ વાઈ રહ્યો છે-આ ઉષ્ણવાયુ કુંકાઈ રહ્યો છે આ પ્રમાણે પ્રત્યક્ષ અનુભવ થાય છે, રૂપથી રહિત વાયુ પ્રત્યક્ષ છે આથી ત્વચાન્ય પ્રત્યક્ષમાં સ્પર્શનાં ભિન્ન ભિન્ન કારણે માનવાં જોઈએ.