SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ મહેપાધ્યાય શ્રીમદ્દ પ૦ યશોવિજ્યજી મહારાજશ્રીના જીવનની અલ્પ ઝાંખી. લેખકઃ યશહેવરિ લેખન સમય 2030 આપણા ભારત વર્ષના પશ્ચિમ ભારતમાં ગુજરાત પ્રદેશ આવેલો છે. આ ભૂમિ ઉપરજ શત્રુ જય, ગીરનાર, પાવાગઢ, તારંગા જેવા અનેક પહાડી પવિત્ર ધામો આવ્યા છે. જે દૂર સુદૂરથી લોકોને આપી રહ્યા છે. ધાર્મિક ક્ષેત્રે, દિગગજ જેવા સમર્થ વિદ્વાને, મહાન આચાર્યો અને શ્રેષ્ઠ સંતે; તપસ્વિની સાધ્વીજીઓ તથા રાષ્ટ્રીય ક્ષેત્રે, કે સામાજિક ક્ષેત્રે સર્વોચ્ચ કોટિના નેતાઓ, કાર્ય કરે સાહિત્ય ક્ષેત્રે, વિવિધ ભાષાના પ્રખ્યાત લેખકે, કવિઓ, યકે પણ ગુજરાતની ધરતીએ નીપ જાવ્યા છે. મહાન વૈયાકરણ પાણિનીના સંસ્કૃત વ્યાકરણથી નિર્વિવાદ રીતે અતિ ઉચ્ચ કોટિના ગણાતા સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણની અણમોલ ભેટ માત્ર ગુજરાતને જ નહિ પણ વિશ્વને પ્રાપ્ત થઈ, તેના રચયિતા, ગુજરાતની સંતપ્રસૂ ભૂમિ ઉપર જન્મેલા જૈન મુનિ કલિકાલ સર્વર શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યજી જ હતા. ભારતના અઢાર દેશમાં અહિંસા ધર્મને વ્યાપક પ્રચાર કરનારા ગુર્જરેશ્વર પરમાહંત કુમારપાળ મહારાજા પણ ગુજરાતની ભૂમિમાં જ જન્મેલા નરરન હતા. જેના આદેશથી સેનાના લાખોની સંખ્યાના હાથી ઘોડાઓ પણ જ્યાં કપડાથી ગાળેલું પાણી પીતા હતા. માથાની જ સહાને જેના રાજયમાં મારી શકાતી ન હતી. જે ધરતીમાંથી હિંસા રાક્ષસીને સર્વથા દેશનિકાલ કરી હતી. તે કુમારપાળ હેમચન્દ્રાચાર્યજીના જ શિષ્ય હતા. વળી હેમચન્દ્રાચાર્યજી અને કુમા ! રપાળની જોડીએ લેકહેયામાં વહેવડાવેલી અહિંસાની ભાગીરથીના કારણે જ અન્ય પ્રાંતની અપેક્ષાએ ગુજરાત, વધુમાં વધુ અહિંસા, દયા, કરણ, પ્રેમ, કોમળતા, સહિષ્ણુતા, સમભાવ, શાંતિપ્રિયતા, ધાર્મિક ભાવ, સંતપ્રેમ, ઉદારતા વગેરે ગુણેથી દેશમાં આગવું સ્થાન ધરાવે છે. કુમારપાળે સમજાવાટ અને સત્તાના સહારે ગુજરાતની ધરતીના કણે કણ સુધી ફેલાયેલી અહિંસા ભારતના ઇતિહાસમાં અજોડ છે. અદૂભૂત છે અને અમર છે. આજે ગુજરાત સમગ્ર દેશમાં વધુ અહિંસક રહી શકયું છે. અને તેથી ગુજરાતનું વાતાવરણ વધુ સહિષ્ણુ છે. પણ વર્તમાન સરકારની ધરખમ હિંસક નીતિ ગુજરાતને ગુજરાત તરીકે વુિં રહેવા દેશે તે ભગવાન જાણે! આવી ગુજરાતની સંતપ્રશ્ન પુણ્યભૂમિ ઉપર ઉત્તર ગુજરાતમાં એક વખત ગુજરાતી રાજધાની રૂપે વિખ્યાત બનેલું એવું પાટણ શહેર છે જે શહેર મંદિર, , મહાત્માઓ, ધર્માત્માઓ અને શ્રી મતોથી શોભાયમાન છે. આ પાટણની નાજુકમાં જ ધીણેજ ગામ આવેલું છે. આવા ધીણોજ પાસે જ કનેડ નામનું સાવ ધૂલીયું ગામ છે. આજે આ ગામ સામાન્ય ગામડા જેવું છે. મારે ત્યાં કદાચ નોના એકાદ બે ઘર હશે. પણ સત્તરમી સદીમાં ત્યાં જેનેના ઘરો વધુ હોવા જોઈએ આ ગામમાં “નારાયણ” નામના એક જૈન વ્યાપારી હતા, ધર્મિષ્ઠ હતા. તેમને સોલાદેવી' નામના પત્ની હતા. આ પનીએ કે સુયોગ્ય સમયે એક મહાન તેજસ્વી પુત્ર રત્નને જન્મ આપ્યો. માતા-પિતાએ તેનું જસવંતકુમાર એવું નામ સ્થાપ્યું આજ જસવંત એજ ભાવિના આપણા યશવિજયજી. અતિ ખેદની વાત એ છે કે તેઓ કઈ સાલમાં, કયા મહિનામાં, મા દિવસે જન્મ્યા હતા તેને કા ઉલ્લેખ મળતો નથી એમના જીવનને વ્યક્ત કરતી “સુજલી' કવિતા, ઐતિહાસિક વસ્ત્રપટ હેમ
SR No.004308
Book TitleNavgranthi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1981
Total Pages320
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy