________________ [7] શ્રી લખમશી ઘેલાભાઈ પરિવાર તરફથી પૂ. મુનિશ્રીની પ્રેરણાથી જૈન સાહિત્ય તથા સંસ્કૃતિના રક્ષણ અને વિકાસ માટે કેન્દ્રને એકાવન હજાર રૂનું ઉદાર દાન પ્રાપ્ત થયું. આ સંસ્થાને વધુ વ્યવસ્થિત બનાવવા વિચારણા થતાં તથા દાતાઓને પણ દાન આપવામાં સુગમતા રહે ને આવક-જાવક વિ. વહીવટ વ્યવસ્થિત રહે તે માટે કેન્દ્રને રજીસ્ટર્ડ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું અને દાતાઓને આવક પર કરમુક્તિ મળે તે માટે ઇન્કમટેક્ષ એક્ઝમ્પટેડ નંબર પણ મેળવવામાં આવ્યા. આ પ્રસંગે પણ અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરિશ્વરજી મ. સા. પાસે આજ્ઞા મેળવતાં તેઓશ્રીએ પણ આશીર્વાદ સહ શુભ સંમતિ આપવા કૃપા કરી હતી. - સં. 2034 જેઠ સુદ 6 રવિવાર ૧૧મી જૂન ૧૯૭૮ના શુભ દિવસે માટુંગા C. R (મુંબઈ 9) મુકામે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ દેરાસર-ઉપાશ્રયના પટાંગણમાં ખાસ જાયેલ સમારંભમાં તથા દ્વિતીય જૈન જ્ઞાનસત્રના ઈનામી સમારંભ વખતે ઉપરોક્ત દાનની અને સંસ્થાની ટ્રસ્ટ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી. આ સમારંભમાં અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરિશ્વરજી મ. સા. તપસ્વીરત્ન પૂ. આ. દેવશ્રી ગુણદયસાગસૂરિશ્વરજી મ. સા. સાહિત્યરત્ન પૂ. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી મ. સા., પૂ. મુનિ શ્રી કવીન્દ્રસાગરજી મ. સા., પૂ. મુનિ શ્રી વીરભદ્રસાગરજી મ. સા., પૂ. મુનિ શ્રી મહેદયસાગરજી મ. સા., પૂ. મુનિ શ્રી મહાભદ્રસાગરજી મ. સા. પૂ. મુનિ શ્રી પૂર્ણભદ્રસાગરજી મ. સા., પૂ. મુનિ શ્રી સૂર્યોદયસાગરજી મ. સા. આદિ ઠાણ 16 તથા અચલગચછના અનેક પૂ. સાધ્વીજી મ. સા. ની શુભ પાવન નિશ્રા - સાંપડી હતી. આ પ્રસંગે ક. વિ. ઓ. દે. જૈન મહાજનના પ્રમુખ સંઘવી શ્રી રવજી ખીમજી છેડાએ જ્ઞાનજોત પ્રગટાવેલ. તથા અનેક આગેવાન શ્રાવકો ઉપસ્થિત રહેલ. (3) પ્રસ્તુત ગ્રંથ અંગે શ્રી આર્ય રક્ષિત પ્રાચીન ગ્રંથદ્વારના અન્વયે આ ગ્રંથનું મંગલ પ્રકાશન કરતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથદ્વાર પ્રવૃત્તિ પણ ખૂબ જ ખર્ચ અને * ભેગ માગે એવી છે. પરંતુ પૂ. અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ના શુભ આશીર્વાદથી તેમ જ પૂ. મુનિ શ્રી કલાપ્રભસાગરજી મ. સા. ની સતત પ્રેરણાથી આ કાર્ય ખૂબ જ સરળતાથી પાર પામે છે. જેથી અમો એ પૂના ઉપકારોને કદાપિ ભૂલી શકીએ એમ નથી. હજી તે અનેક ગ્રંથ પ્રકાશન માટે તૈયાર છે કે તૈયાર થઈ રહ્યા છે. પૂના શુભાશીવાદથી, શ્રી સંઘના સહકારથી અને ઉદારદિલ સદ્દગૃહસ્થના સહકારથી અમે તે ગ્રંથને શીધ્ર પ્રકાશિત કરવા ભાગ્યશાળી બની શકશું.