________________ આ ગ્રંથના સંપાદનમાં સહાયક બનનારા વિદ્ધાર્થ મ. વિનયસાગર તથા પંડિત શ્રી નવિનચંદ્ર એ. દેશીને આ સ્થળે ધન્યવાદ આપું છું. તેઓએ લખેલ નિવેદને પણ વાંચી જવા ખાસ સૂચના છે. પ્રેસ દેષનાં કારણે કેટલીક અશુદ્ધિઓ રહેવા પામેલ છે શુદ્ધિપત્રક જઈ શુદ્ધ કર્યા બાદ આ ગ્રંથને ઉપયોગ કરવા ખાસ ભલામણ છે. આ ગ્રંથ અંગે લગતા જરૂરી સૂચને મોકલવા વિદ્વાને તેમ જ જિજ્ઞાસુઓને ખાસ આગ્રહ છે. સં. 2037 જેઠ વદ 4 શનિવાર એ જ ગુરુચરણકિકર અચલગચ્છ જૈન ઉપાશ્રય મુનિ કલાપ્રભસાગર શાંતાવાડીની બાજુમાં બી. માધુરી સોસાયટી અંધેરી (વેસ્ટ) મુંબઈ-૫૮