________________ સંપાદકીય નિવેદન સર્જનની સુવાસ –મુનિશ્રી કલાપ્રભસાગરજી " આ પ્રાચીન અપ્રગટ અને ઉપયોગી એવા એક ગ્રંથને ઉદ્ધાર તથા પ્રકાશન થઈ રહેલ છે જેથી ખૂબ જ આનંદ અનુભવાય છે. આ પ્રકાશિત થતા ગ્રંથને, તે કઈ સ્થિતિમાં પ્રકાશન પામે છે તેને પણ એક ઈતિહાસ છે. યુગપ્રભાવક, અનોપકારી, અચલગચ્છાધિપતિ પૂ. પાદ ગુરુદેવ આચાર્ય ભગવંતશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાસાહેબ આદિ અમે સં. 2032 માં રાજસ્થાનપ્રદેશમાં ઉગ્રવિહાર સહ તીર્થયાત્રાઓ કરતાં જીવનને ધન્ય બનાવી રહ્યા હતા. બાડમેર અચલગચ્છ જૈનસંઘની વિનંતિથી તે સાલનું ઐતિહાસિક અને યાદગાર ચાતુર્માસ પણ બાડમેર (રાજસ્થાન) મુકામે થયું. પૂ. પાદ ગચ્છાધિપતિ ગુરુદેવશ્રીની શુભ પ્રેરણાથી અજોડ પ્રતિભાસંપન્ન, અચલગચ્છાધિરાજ પ. પૂ. યુગપ્રધાન દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા.ની ચતુર્થ જન્મશતાબ્દિવર્ષની સ્મૃતિ નિમિત્તે સર્વત્ર ભવ્ય મહોત્સવાદિ શુભ આજનો થઈ રહ્યા હતા, તેના અનુસંધાનમાં એ વર્ષની સ્મૃતિમાં એક સ્મૃતિગ્રંથ પ્રકાશિત કરવાના ચક્રો પણ ગતિમાન થયા. આ ગ્રંથના સંપાદનની સંપૂર્ણ જવાબદારી મારા પર આવી. તે સ્મૃતિગ્રંથ અને પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ અને તેઓ દ્વારા રચિત સાહિત્ય આદિ અંગે લેબસામગ્રી મેળવવા અનેક પ્રતિષ્ઠિત વિદ્વાન સાથે પત્ર-સંપર્ક કરે જરૂરી બન્યું. વિદ્વાન સાથેના પત્ર-સંપર્કથી અનેકવિધ લેખસામગ્રી, સંશોધન સામગ્રી પ્રાપ્ત થતી આવી. જેમાં પ્રસ્તુતગ્રંથ “લિંગનિર્ણય”ને પણ સમાવેશ થતો હતે. રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન-જોધપુર (રાજ.) આ સંસ્થા સાથે પણ પત્ર-સંપર્ક કર્યો. જેથી અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ધર્મમૂર્તિસૂરીશ્વરજી મ. સા. દ્વારા રચિત સંકલિત “વિચારસાર” નામક દુર્લભ ગ્રંથની (હસ્તપ્રતની) સંપૂર્ણ ફેટો કેપી પણ પ્રાપ્ત થઈ શકી. દરમિયાનમાં આ સરકારી સંસ્થાની શાખારૂપ સંસ્થા (જયપુર)માં શધાધિકારી તરીકે કાર્ય કરતા વિદ્વાન મહે. વિનયસાગર સાથે પણ પત્ર સંપર્ક થયે. તેઓને સંગ્રહમાં પણ અચલગચ્છની પ્રાચીન પ્રતે હતી. જેમાં અચલગચ્છાધિપ પૂ. આ. શ્રી જયકેશરીસૂરિ રચિત “શ્રી ચતુર્વિશતિ નિસ્તેત્રાણિ” નામક સંસ્કૃતપદ્યાત્મક ગ્રંથ પણ હતું. આ કૃતિ પણ દુર્લભ અને અપ્રગટ હોઈ તેનાં સંશોધનનું કાર્ય પ્રારંભાયું. આ તેત્રાવલિ મૂળ અને ગુજરાતી અનુવાદસહ દોઢેક વર્ષ પહેલાં પ્રકાશિત પણુ થઈ ગયેલ છે.