________________ [ રર ] * પૂના-ભાંડારકર ઈન્સ્ટિટ્યુટની મૂળ પ્રત સુલભ કરી આપનાર લા. દ. વિદ્યામંદિરના , વ્યવસ્થાપકેને. * ગ્રંથની કેપી સ્વરૂપે ઉતરાવેલી નેટબુક આપવા બદલ પૂજ્ય આ. ભ. શ્રી વિજય ચન્દ્રોદયસૂરિજી મહારાજ તથા પૂજ્ય આ. ભ. શ્રી વિજયઅશોકચન્દ્રસૂરિજી મહારાજને. * પૂનાની પ્રત ઉપરથી ઉતારેલી, વિદ્યાશાળા જ્ઞાનભંડારની હ. લિ. પ્રત લાંબા સમય ધીરવા બદલ પૂજ્ય આ. ભ. શ્રી વિજયભદ્રકરસૂરિજીને. * પૂજ્યપાદ શાંતમૂર્તિ આ. ભ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજની કૃપાપૂર્ણ નિશ્રામાં, સંપાદનમાં પ્રસંગે પ્રસંગે દિવસમાં દશ વાર શંક્તિ સ્થળમાં, યાચિત માર્ગદર્શન તથા સક્રિય સહગ આપનાર વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુમહારાજ શ્રી વિહેમચંદ્રસૂરિજી મહારાજને. * ગ્રંથના સંપાદનમાં પહેલા જ તબકકે 25 પાનાં થયાં ત્યારે સંપાદન માંડી વાળવાના વિચારને ઉત્સાહભરી હૂંફથી આશાને સંચાર કરીને પુનઃ આ કાર્યમાં સક્રિય બનાવનાર તથા પિતાના મહત્વના પ્રાચીન ગ્રંથોના સંશોધન કાર્યમાંથી કિંમતી સમય ફાળવીને આ ગ્રંથ માટે “કિંચિત્ વક્તવ્ય” લખી આપનાર સંશોધકવય મુનિગણ શણગાર શ્રી શ્રી શ્રી જંબૂવિજયજી મહારાજને. * અનેકવિધ લેખન-વાચન-સંપાદનકાર્યની જેમ આ કાર્યમાં પણ મુનિશ્રી રાજહંસવિજયજીને પણ સતત સહગ રહ્યો જ છે. * સામે બેસીને મૂળના પાઠોની શુદ્ધિની ચકાસણી કરવામાં, ગ્રંથના તમામ મુફે જોવામાં, યચિત વિચાર વિનિમય કરવામાં, સદાય તત્પર રહેતા પ્રે. પી. સી. શાહને ઋણ સ્વીકાર કરું છું. આવા સહયોગના સરવાળે આવાં કામ થતાં હોય છે. અને તેનું શ્રેય પણ બધાને ફાળે જતું હોય છે. શ્રી ડોસાભાઈ અભેચંદની પેઢી-ભાવનગરના કાર્યવાહક ભાઈઓએ પણ ઉદારતાપૂર્વક આ ઋતલાભ લીધે. તેઓને ધન્યવાદ. આ પ્રાચીન ગ્રન્થના પ્રકાશનમાં એક નિમિત્ત બનવાના આનંદની અનુભૂતિને વાળતાં વિરમું છું. - શ્રી મોહનવિજયજી જૈન પાઠશાળા, જી. પી. ઓ. સામે, જામનગર-૩૬૧ 001 પં. પ્રદ્યુમ્નવિજય ગણી આ સુદિ-૮, રવિવાર વિ. સં. 2048