________________ [10] પછી વિહારમાં–પૂજ્યપાદ ગુરુમહારાજની પાસે ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી મહારાજે - , કર્તાઓ –સ્વહસ્તે લખેલો શ્રી શાંતિનાથ ચરિત્રથી શરૂ થતે ભાગ શરૂ કર્યો. આ બધે ભાગ શુદ્ધ હતે પણ મૂળની સાથે તેને મેળ પડતું ન હતું. પ્રતિ વહ સ્વરૂપ હતી તેથી ઉમેરણે, પૂતિઓ, રદ કરેલા પાઠ વગેરેની ચકાસણી કરવી પડી. શક્ય પ્રયત્ન આ બધું સુધાર્યું પણ સંતોષ ન થયું. ખેદ સાથે નોંધવું પડે છે કે કર્તા બૃહત્રિષષ્ટિને પૂર્ણતયા અનુસર્યા નથી. પિતે એ ઉલ્લેખ જરૂર કરે છે? श्रीहेमचन्द्रोदितजैनवाक्याम्भोधेविंशोधेरिव शुद्धबोधे / उद्धृत्य मेघेन भृते सुधायाः कुम्भोपमे षष्ठमदीपि पर्व // વળી સમગ્ર ગ્રંથ જોતાં એવી છાપ પડી છે કે જે જે પ્રસંગે સંક્ષેપમાં લખાયા હત તે પણ નિર્વાહ્ય ગણાત ત્યાં વિસ્તાર કર્યો છે અને જે પ્રસંગોમાં વાચકને વિસ્તારની અપેક્ષા રહે તેમાં સંક્ષેપ કર્યો છે. ખાસ કરીને પાછલા ચરિત્રોમાં આવું જેવા મળે છે. પાર્શ્વનાથચરિત્રમાં તે તેઓ તોડવ ાળવાન હૈમ પાર્ધચરિત્રને ન અનુસરતાં શ્રી ઉદયવીરગણિવિરચિત શ્રી પાર્શ્વનાથચરિત્રને અનુસર્યા છે. હૈમ પાર્ધચરિત્ર અને ઉદયવીર પાન્ધચરિત્રમાં પ્રસંગ ગૂંથણી - ચરિત્રલેખનમાં સારે એ તફાવત છે. કર્તા શા માટે શ્રીઉદયવીરના પાધુચરિત્રને અનુસર્યા તેનું કોઈ કારણ આપતા નથી. અને આશ્ચર્ય તે એ વાતનું છે કે એ જ પાર્ધચરિત્રના અંતે શ્રીમાન વિતરૈનાચ આ લેક તે : છે જ. આવું કેમ બન્યું હશે ! ન જાને ! બૃહત ત્રિષષ્ટિ ના રચના પ્રવાહ, રસાળતા, પર્વ-પ્રઢતાની વાર્તા જ નિરાળી છે. તેની સરખામણ થાય તેમ નથી અને કરવી જ હેય તે તેની સાથે જ કરી શકાય ! તેની સાથે આ ગ્રંથને કેઈ સરખાવે તે તેને આ પ્રયત્ન ઘણે પ્રારંભ કાળને લાગે. શરતુ. લહીયાના લખેલા અશુદ્ધ પાઠ, પાનાં ચાટી જવાના કારણે પ્રારંભમાં જ ખંડિત પાઠ, રચનાના અપેક્ષા પ્રમાણેના પાઠસૌંદર્યને અભાવ - આ બધાના કારણે આનું સંપાદન માંડી વાળવાનું મન થઈ આવ્યું. મૂંઝવણ તે થઈ. અને પૂજ્ય મુનિરાજ શ્રી જબૂવિજયજી મહારાજને વ્યથા જણાવી. તેઓએ પત્રમાં ભારપૂર્વક એવા મતલબનું જણાવ્યું કે “આ ગ્રંથની નકલ આમે વિરલ મળે છે અને આટલા બધા વર્ષ સુધી તે અપ્રકાશિત રહ્યો છે. જો તમે પણ આ રીતે આનું સંપાદન - પ્રકાશન મુલતવી રાખશે તે કાયમને માટે આ ગ્રંથ આમ જ અપ્રકટ રહેશે. માટે જે મળે છે તેને યથામતિ શોધીને પણ પ્રકાશિત કરો જ.” આવાં વચનથી વળી ઉત્સાહિત થઈને આ જેમ છે તેમ એકવાર વિદ્વાનેના કરકમલમાં મૂકી દઈએ - એ દષ્ટિએ આનું પ્રકાશન થાય છે.