________________ વિ. સં. 1976 વર્ષે ફાગણ વદ-૩ના દિવસે મરૂભૂમિ-મેવાડમાં નાવલી સ્ટેશનથી નજીક ઘઉંના ખેતરમાં દીક્ષા લઈ મુનિ શ્રી કસ્તૂરવિજયજી મ. તરીકે પ્રસિદ્ધ થયા. વિ. સં. ૧૯૯૧માં શ્રી કદંબગિરિ તીર્થમાં ફાગણ વદ-૨ ના દિવસે પ્રવર્તકપદ. વિ. સં. ૧૯૯૪માં જામનગરમાં કારતક વદ-૧૦ના દિવસે ગણીપદ. વિ. સં. ૧૯૯૪માં જામનગર માગસર સુદ 2 ના દિવસે પંન્યાસપદ. વિ. સં. ૧૯૯૭માં સુરતમાં માગસર સુદ-૩ દિવસે ઉપાધ્યાયપદ. વિ. સં. ૨૦૦૧માં બુહરાનપુરમાં ફાગણ સુદ-૪ના દિવસે સૂરિપદવી તેઓ પૂજ્યશ્રીને આપવામાં આવી. વિ. સં. ૨૦૩૨માં મહા સુદ-૭ના દિવસે શ્રી શત્રુંજયતીર્થ ઉપર નવીન ટુંકમાં 504 જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી, વૈશાખ વદ-૧૪ના દિવસે શેઠ મોતીશાની જન્મભૂમિ સોજીત્રા ગામમાં તેઓ કાળધર્મ પામ્યા. આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિજી મહારાજે રચેલા તેમજ પ્રકાશિત કરેલા ગ્રંથો : “પૂજ્ય ગુરુભગવંતના ચરણો જ મારે શરણ સ્વરૂપ છે.” એ મંત્રાક્ષરથી ગુરુકૃપાદ્વારા મંદબુદ્ધિવાળા પણ બુદ્ધિમંત બન્યા. શબ્દોનો ઉચ્ચાર કરવામાં પણ અસમર્થ ગ્રંથરચનામાં સમર્થ, પરમગીતાર્થ અને સર્વમાન્ય બન્યા. વિ. સં. ૧૯૮૨માં દીક્ષાના છદ્દે વર્ષે “પ્રાકૃત રૂપમાળા' પ્રાકૃત શબ્દોના તેમજ ધાતુના રૂપો વગેરે વિવિધ વિષયથી યુક્ત બનાવી. વિ. સં. ૧૯૯૫માં “પ્રાકૃતવિજ્ઞાન પાઠમાળા” પ્રાકૃતનો અભ્યાસ સરળતાથી અને સફળતાથી થાય એમ વિચારીને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે રચેલ પ્રાકૃત વ્યાકરણના આધારે બનાવી તૈયાર કરી. હમણા બધા જ પ્રાકૃતના અભ્યાસુઓ ઘણું કરીને તે જ ભણે છે. વિ. સં. ૨૦૦૪માં ‘પ્રાકૃતગદ્ય-પદ્યમાલા” સહિત બીજી આવૃત્તિ, ઘણા સમય બાદ ત્રીજી આવૃત્તિ તથા થોડા વર્ષો બાદ પ્રાકૃત વ્યાકરણના સૂત્રાંકોની સાથે ચોથી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. ઘણા વિદ્વાનોએ મુક્તકંઠે પાઠમાળાની પ્રશંસા કરી છે. શ્રુતસ્થવિર પૂજ્યપાદ મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજે “આ પાઠમાળાના અભ્યાસથી પ્રાકૃતસાહિત્યમાં સરળતાથી અને સફળતાથી પ્રવેશ થાય છે” એ પ્રમાણે ચોથી આવૃત્તિની પ્રસ્તાવનામાં જણાવ્યું પાછળથી આ પાઠમાળાના પ્રાકૃતવિજ્ઞાનપાઠમાળા માર્ગદર્શિકા” પણ ભણવાવાળાને ઉપયોગી થાય તે રીતે પ્રકાશિત થઈ છે.