________________
મુનિ વિચારે છે, મંત્રીપુત્ર હોવાથી ગુરુએ તેને અધિક માન આપ્યું. મનમાં ઈષ્ય ભાવ રાખી, ચોમાસુ આવતા, સિંહગુફાવાળા મુનિ, કોશાને ત્યાં જવા આજ્ઞા માંગે છે. ગુરુ કહે તારા માટે આ વાત સામાન્ય નથી, ખૂબ કઠીન છે, જુગારી નવું મેળવવા જતા, જૂનું પણ ખોઈ બેસે છે. તેવું તમારે થશે. તમે તો એક એક . અભિગ્રહ લીધો, પરંતુ સ્થૂલભદ્ર તો ત્રણે અભિગ્રહએકમાં લઈ લીધા. પંચેષ-કામદેવ, પંચવત્રિ-સિંહ, સ્ત્રીના કટાક્ષ-દષ્ટિવિષસર્પ અને ચિત્રશાળા-કૂપમંડુકાસન છે.
पञ्चेषुः पञ्चवकाः स्त्री-कटाक्षो दृग्विषोरगः । ચિત્રો પવૂ-સનં ત્રિગ્રથો સ્થિત: TI[g.૪૨૦, સ્ત્રી-રર૪]
તે મુનિ ગુરુની વાત ન માની કોશાના ઘરે ગયા, વસતિ માંગી, ચિત્રશાળા આપી. અદષ્ટપૂર્વ ચિત્રને જુએ છે, ષડ્રસ ભોજન કરે છે, કોશાને જોઈ ચલિત થાય છે, ભોગ સુખની માંગણી કરે છે, ધન સિવાય વેશ્યા વશ્યા બનતી નથી. અમારી પાસે ધન કેવું? નેપાલના રાજા પાસેથી લાખ મૂલ્યવાળી રત્નકંબલ લઈ આવો, જાય છે, પાછા ફરતા રસ્તામાં લુટારા લૂંટે છે, સાચી વાત કરી પાછી મેળવે છે, કોશાને આપે છે, મુનિને પ્રતિબોધ કરવા તત્ક્ષણ ખાળમાં નાંખી દે છે. જીવિતની જેમ સાચવેલી, કષ્ટથી લાવેલી, મહામૂલી રત્નકાબલી આમ ફેંકી દીધી હે મૂઢ! કંબલની ચિંતા કરો છો અને ચારિત્રને વિષય રૂપ કાદવમાં નાખતા મન દુભાતુ નથી?. કંબલની તો લાખની કિંમત અંકાય છે, ચિંતામણિરત્નની જેમ ચારિત્રનું તો મૂલ્યાંકન થઈ શકે તેમ નથી. પ્રતિબોધ પામેલા મુનિ કહે છે, તમે મને નરકમાં પડતા અટકાવ્યાં. માર્ગમાં લાવવાથી સાચા અર્થમાં મારા ગુરુ છો. ક્ષમાપના કરી, ગુરુ પાસે જઈ આલોચના કરી સ્થૂલભદ્રની પણ ક્ષમા માંગી, દુષ્કર તપ કરે છે. એકવાર રાજા કોશા પાસે રથકારને મોકલે છે, તેની આગળ પણ સ્થૂલભદ્રની જ વાતો કરે છે, રથકાર પોતાની કલા બતાવવા ઝરુખામાં બેઠા બેઠા ઘરના બગીચામાં રહેલ લૂંબને બાણથી છેદે છે, તેને બીજા બાણથી એમ કરતા ત્યાં બેઠા બેઠા જ હાથથી લૅબ તોડી કોશાને આપે છે. કોશા પણ તેની આગળ સરસવના ઢગલા ઉપર સોંય મૂકી, તેના ઉપર ફૂલ રાખી નૃત્ય કરે છે, ન તો સોંયથી પોતે વીંધાઈ કે ન એક પણ સરસવ આઘો પાછો થયો. રથી કહે છે, મારા કરતા તારી કળા અદ્ભુત છે, કોશા કહે છે, આ બધા કરતા જે મુનિ મારા ઘરમાં રહ્યા તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org