________________
२४ થાઓ? સંસારના સુખ તો આપાતરમણીય છે, સંયમ પરિણામે સુખકારી છે, વિષયોથી સુખ મેળવવા મૂર્ખ સિવાય કોણ ઈચ્છે? શું લીંબડાના ઝાડથી આંબાના ફળ મળે ખરા? આવી દઢતાથી વ્રત લેવાનો નિર્ણય કરી પોતાના સ્થાને આવતા જ નવલોકાંતિક દેવો નાથ! તીર્થ પ્રવર્તાવો” એમ વિનંતી કરવા આવે છે. પ્રભુ પણ સાંવત્સરિક દાનશરૂ કરે છે. શ્રીનેમિનાથ પાછા વળતા રાજીમતી મૂછ પામે છે, જાણે પોતાનો પ્રાણ જતા દેહયષ્ટિ પૃથ્વી પર પડી જાય છે, સખીઓના પ્રયાસથી ભાનમાં આવતા વિલાપ કરે છે, તે નેમે ! આ શું કર્યું?તમે જ્ઞાની હતા, જેને જે યોગ્ય હોય તે આપો છો, જો ખબર હતી કે હું તમને યોગ્ય નથી, તો આ બધો આડંબર શા માટે કર્યો? હે દેવ ! આ શું થયું? ઈન્દ્રજાળની જેમ આજે જ પ્રાણનાથને આવતાએ દીઠા અને પાછા વળતા પણ...! આક્રંદ કરતી રામતીને સખીઓ કહે છે, હજુ તો વાતો થઈ છે, પાણિગ્રહણ ક્યાં થયું છે? બીજા યાદવો ઘણા છે, તારા મનોરથો પૂર્ણ કરીશું. રાજીમતી ગુસ્સાથી કહે છે, તમે શું બોલો છો ? વન્ય પ્રવાજો, gિ.રરૂ, -ર૭૨]કન્યા એક વાર જ અપાય, હું મનથી અને વચનથી નેમિને વરી છું, ભલે મારા કોઈક કર્મથી મને છોડી દીધી છે પણ હું તેમના પગલે જ પગલા પાડીશ, એમ પ્રતિજ્ઞા કરી, પ્રભુના ધ્યાનમાં લીન બની જાય છે. પ્રભુ એક વર્ષ સુધી દાન આપે છે. .
પ્રભુની દીક્ષા-દીક્ષા દિવસે ઉત્તરકુરુનામની શિબિકામાં આરૂઢ થાય છે, પહેલા માણસો પછી દેવો ને દાનવો શિબિકા લે છે, તે વખતે શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર બે બાજુ ચામર ધારે છે, સનસ્કુમારેન્દ્ર છત્ર ધરે છે, ઈન્દ્રો પ્રભુની આગળ આઠ મંગળ રાખે છે, તેમાં (૧) મહેન્દ્ર દર્પણ, (૨) લાંતક પૂર્ણકુંભ, (૩) બ્રહ્મજ રક્ષા માટે ખગ્ન, (૪) મહાશુક્ર સ્વસ્તિક (૫) સહસાર ભદ્રાસન, (૩) આનત શ્રીવત્સ, (૭) પ્રાણત નંદ્યાવર્ત (વર્ધમાન સંપુટ અને મત્સ્યયુગ્મ નથી, ખડ્યું છે, છત્ર સાથે આઠ થાય) ચમરેન્દ્ર વગેરે બીજા પાયદળની જેમ શસ્ત્રો ધારણ કરે છે. સ્વજનો, પોરજનો સાથે સંયમલક્ષ્મી સાથે વિવાહ કરવા, ભવબંધનને તોડવા, પ્રભુ ઘરથી નીકળી રેવતાચલ ઉપર સહસ્સામ્રવનમાં ભદ્રશાલવનમાં જાય છે. ત્યાં ઝાડ ઉપરથી ઠેર ઠેર વિખરાઈને પડેલા જાંબુડા, જાંબુડા નથી, પરંતુ નેમિનાથથી પરાભવપામેલ કામદેવની સ્ત્રીના આંખના આંસુ છે. ભવમધ્યમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org