________________
VI
જે હસ્તલિખિત પ્રતિને આધારે હૂંઢિકાનું સંપાદન કર્યું છે તે પ્રતિમાં આદિમાં કે અંતમાં ગ્રંથકર્તાના નામનો ઉલ્લેખ ન હોવાથી અજ્ઞાતકર્તૃકા હૂંઢિકા નામ રાખ્યું છે. પરંતુ વિ.સં. ૧૫૯૧માં મુનિ સૌભાગ્યસાગરે ૮૦૦૦ શ્લોકપ્રમાણ ‘બૃહવૃત્તિ હૂંઢિકા”ની રચના કરી હતી તેવો પણ ઉલ્લેખ મળે છે. મુનિ સૌભાગ્યસાગરે રચેલી કુંઢિકા આ જ છે કે બીજી છે તે સંશોધનનો વિષય બની રહે છે. આ પ્રસંગે ગ્રંથકર્તાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કેમકે તેમણે રચેલ ગ્રંથના સહારે જ સંપાદન કાર્ય કરી શક્યો છું.
ટિપ્પણોમાં મધ્યમવૃત્તિ - હૈમપ્રકાશવ્યાકરણાદિ ગ્રંથોના ઉદ્ધરણો આપ્યા છે. અધ્યયન-અધ્યાપનમાં સુગમતા રહે તે હેતુથી બે પરિશિષ્ટો પણ આપ્યા છે. પ્રથમ પરિશિષ્ટમાં ય-શ્ય-ન આદિ ૧૫૦ પ્રત્યયોની સૂચિ આપી છે. તેમાં કયા કયા સૂત્રથી - કઈ કઈ વિભક્તિવાળા કયા કયા શબ્દોને - કયા કયા અર્થમાં - કયા કયા પ્રત્યયો થાય તેનો ઉલ્લેખ કર્યો છે. અનુબંધસહિતના પ્રત્યયો Bold ટાઈપમાં આપ્યા છે. અનુબંધરહિત પ્રત્યયો કૌંસમાં [ ] આપ્યા છે. બીજા પરિશિષ્ટમાં ઉદાહરણ-પ્રત્યુદાહરણોની બે વિભાગમાં સૂચિ આપી છે. સૂત્રોના ગણપાઠમાં રહેલાં શબ્દોમાંથી અમુક અમુક શબ્દોની પણ સાનિકા ઢુઢિકામાં આપવામાં આવી છે. જેમકે “પ્રતિજ્ઞનાવેરીનગ્’ ગાર્૦ સૂત્રના ગણપાઠમાં આવેલ પ્રતિન, પશ્વનન વિગેરે શબ્દો.
શ્રીહેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર-પાટણના જ્ઞાનભંડારમાં રહેલી “શ્રીસિદ્ધહેમશબ્દાનુશાસન ષષ્ઠ-સપ્તમાધ્યાય ઢુંઢિકાવૃત્તિ (તદ્ધિતવૃત્તિ ઠુંઢિકા)” પત્ર-૨૪૪, ડા. નંબર-૮૮, પ્રતિનંબર ૨૧૬૬ને આધારે પ્રસ્તુત સાતમા ભાગનું સંપાદન કર્યું છે.
બાલબ્રહ્મચારી તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પ્રવચનપ્રભાવક તેજોમૂર્તિ પરમપૂજ્ય આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.સા. તથા તેમનાં જ શિષ્યરત્ન વિદ્વન્દ્વર્ય પરમપૂજ્ય આચાર્ય શ્રીવિજયશીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની કૃપા-આશીર્વાદથી જ આ સંપાદનકાર્ય થયું છે.
ગ્રંથનું સંપાદન કરતાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તે અંગે વિદ્વાનોને ધ્યાન દોરવા વિનંતી.
Jain Education International
For Personal & Private Use Only
મુનિ વિમલકીર્તિવિજય
www.jainellbrary.org