________________
૫૬
सप्तभङ्गीनयप्रदीपः
(૪૭) મુળાન્ વિમનતે-અસ્તિત્વમ્ ?, વસ્તુત્વમ્ ૨, સામાન્યવિશેષાત્મ દ્રવ્યત્વમ્ રૂ, → ગુણસૌમ્યા+
‘દ્રવ્યવિારા: પર્યાયા:’ દ્રવ્યનું જે જુદા-જુદારૂપે પરિણમન, જુદી જુદી અવસ્થાઓ. તે બધું પર્યાયરૂપ સમજવું. દા. ત. (૧) આત્માનું સામ્યાદિરૂપે પરિણમવું તે સ્વભાવપર્યાય, અને (૨) આત્માનું કર્મોપાધિજનિત કષાય-વિષયાદિરૂપે પરિણમવું તે વિભાવપર્યાય. આમ સર્વત્ર વિચારવું.
*
(૪૭) આ પ્રમાણે દ્રવ્યના સ્વભાવ-વિભાવરૂપ પર્યાયો બતાવીને, હવે ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય વગેરે બધા દ્રવ્યોમાં સામાન્યગુણો કયા ? અને વિશેષગુણો કયા ? તે ગ્રંથકારશ્રી બતાવે છે.
તેમાં સૌ પ્રથમ દ્રવ્યના ૧૦ સામાન્ય ગુણો -
* દ્રવ્યના ૧૦ સામાન્ય ગુણો *
શબ્દાર્થ : (૧) અસ્તિત્વગુણ, (૨) વસ્તુત્વ, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫) અગુરુલઘુત્વ, (૬) પ્રદેશત્વ, (૭) ચેતનત્વ, (૮) અચેતનત્વ, (૯) મૂર્તત્વ, અને (૧૦) અમૂર્તત્વ - આ દસમાંથી પ્રત્યેક દ્રવ્યમાં આઠ-આઠ ગુણો હોય છે.
વિવેચનઃ
(૧) અસ્તિત્વગુણ : અસ્તિત્વ એટલે હોવાપણું, સણું વગેરે. આ ગુણ છએ દ્રવ્યમાં છે અને તેના કારણે જ તેઓનો સદ્પે વ્યવહાર થાય છે. (ખપુષ્પમાં અસ્તિત્વગુણ નથી, એટલે જ તે સત્ ન કહેવાતાં ‘અસત્’ રૂપ કહેવાય છે.)
(૨) વસ્તુત્વગુણ : વસ્તુનો ભાવ એટલે વસ્તુત્વ. આ ગુણના કારણે દરેક વસ્તુઓ જાતિ અને વ્યક્તિરૂપે જણાય છે. તે આ પ્રમાણે -
(ક) ‘ઘડો આવો આકારનો હોય' એવું એક ઘડાને લઇને જણાવવાથી સમસ્ત ઘટજાતિમાં (= બધા ઘડામાં ઘટ સામાન્ય વિશે) તેવું જ્ઞાન થાય છે, અને (ખ) ‘નં ઘટમાનય’ ઇત્યાદિ દ્વારા ઘડાનું વ્યક્તિરૂપે વિશેષરૂપે પણ જ્ઞાન થાય છે.
=
આ પ્રમાણેનું જાતિ-વ્યક્તિરૂપે થનારું જ્ઞાન, વસ્તુત્વ ગુણના આધારે સમજવું. (આશય ઃ વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે, એટલે વસ્તુત્વ = સામાન્ય-વિશેષાત્મકપણું. આ સામાન્યવિશેષપણાંના કારણે જ વસ્તુનું સામાન્ય-વિશેષરૂપે જ્ઞાન થાય છે.)
અથવા - જે ગુણના કા૨ણે દ્રવ્યોમાં અર્થક્રિયાઓ થાય છે, તે વસ્તુત્વગુણ. દા. ત. ઘડામાં પાણી ધા૨વારૂપ અર્થક્રિયા, તેમાં રહેલા વસ્તુત્વગુણથી થાય છે. (ખપુષ્પમાં વસ્તુત્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org