________________
૫૦
* सप्तभङ्गीनयप्रदीपः सर्वेषामपि पर्यायाणामनुभूतत्वादनुभविष्यमाणत्वाच्च सर्वस्यापि पुद्गलादेर्दव्यत्वप्रसङ्गादिति गाथार्थः॥
+ગુણસૌમ્યા .... અનુભવ્યા છે જ. અને અનુભવેલા પર્યાયવાળાને દ્રવ્ય મનાતું હોય, તો તે બધાનું દ્રવ્યપણું માનવું પડશે !
પ્રશ્નઃ જીવ-પુદ્ગલ વગેરે તો દ્રવ્ય જ છે, તો તેઓનું દ્રવ્યપણું માનવામાં વાંધો શું?
ઉત્તર : તમારો પ્રશ્ન એકદમ યથાસ્થાન છે. તેનો યથાયોપશમ જવાબ આ પ્રમાણે જણાય છે – જીવ-પુદ્ગલ વગેરે દ્રવ્ય તો છે જ, પણ અહીં જે દ્રવ્ય તરીકેનો વ્યપદેશ કરાયો છે, તે, તે તે ભૂતકાળીના પર્યાયોને લઈને કરાયો છે (મૂળભૂત દ્રવ્યસ્વરૂપને લઈને નહીં.) .
દા. ત. હમણાંનો ઘડો દ્રવ્ય તો છે જ, પણ તેને દ્રવ્યથી જે ધૃતઘટ કહેવાય છે, તે મૂળભૂત દ્રવ્યસ્વરૂપની અપેક્ષાએ નહીં, પણ પૂર્વે અનુભવેલા ઘીના આધારરૂપ પર્યાયની અપેક્ષાએ.
પણ ધારો કે ઘડો ફૂટી ગયો, ઠીકરા બની ગયા, ચૂરેચૂરા થઇ ગયા, તે પુગલો પર્યાયાંતરને પામીને પાણી બની ગયા. હવે આ પાણી સ્વરૂપની અપેક્ષાએ વિચારીએ તો દ્રવ્ય જ છે, પણ શું પેલા પૂર્વે અનુભવેલા પર્યાયની અપેક્ષાએ તેનો દ્રવ્ય તરીકે વ્યવહાર થાય છે? શું પાણીની અવસ્થામાં પણ તેને ઘીનો ઘડો કહેવાય? હરગિઝ નહીં.
પણ જો પૂર્વે અનુભવેલા પર્યાયવાળાને દ્રવ્ય કહેવાય, એટલું જ લક્ષણ કહેશો, તો પૂર્વે અનુભવેલા ઘીના આધારરૂપ પર્યાયવાળું હમણાંનું પાણી પણ દ્રવ્યથી ઘીનો ઘડો કહેવાશે !
એટલે ‘દ્રવ્યપણું માનવાનો પ્રસંગ આવશે !” તેનું તાત્પર્ય એ કે, પૂર્વે અનુભવેલા ઘીના આધારરૂપ પર્યાયની અપેક્ષાએ હમણાંનું પાણી પણ દ્રવ્યથી ઘીનો ઘડો માનવાનો પ્રસંગ આવશે !
અને આવું માનવું બિલકુલ ઉચિત નથી, કારણ કે હમણાંના પાણીમાં ઘીના ઘડા તરીકેનો વ્યવહાર લેશમાત્ર પણ થતો નથી.
એ જ રીતે પૂર્વે અનુભવેલા પર્યાયવાળાને દ્રવ્ય કહો, તો હમણાંના સાધુને દ્રવ્યથી “રાક્ષસ' માનવાની પણ આપત્તિ આવશે ! કારણ કે તેણે પૂર્વે અનંત સંસાર દરમ્યાન રાક્ષસપર્યાયનો પણ અનુભવ કર્યો હશે જ ને?
એટલે આ બધી આપત્તિઓને દૂર કરવા લક્ષણમાં “યોગ્ય' પદ માનવું જ રહ્યું. અને તેથી અર્થ થશે – “ભૂતભાવને જે યોગ્ય હોય, તેમાં તે પર્યાયની અપેક્ષાએ દ્રવ્યપણું સમજવું.”
હવે પૂર્વે ઘીના આધારરૂપ પર્યાયને અનુભવેલું પણ પાણી, હમણાં તે પર્યાયની અપેક્ષાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org